હીરાબા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી, વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી હંમેશા કરે છે મતદાન

|

Jun 17, 2022 | 10:00 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના માતા હીરાબા 18 જૂને 100 વર્ષના થશે. આ ખાસ દિવસે પીએમ મોદી પણ તેમની સાથે રહેશે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગર (Vadnagar)ના હાટકેશ્વર મંદિરમાં પૂજા રાખવામાં આવી છે.

1 / 6
 હીરાબા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમની જેવા અનેક લોકોને પ્રોત્સાહિત કરે છે. નોટબંધી સમયે પણ તેઓ લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.

2 / 6
PM નરેન્દ્ર મોદીના માતાએ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરની આર્યભટ્ટ હાઇસ્કૂલ સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન યોજાયું હતુ. તેમની સાથે તેમના નાના પુત્ર પંકજ મોદી અને પરિવારના અન્ય સભ્યો પણ હતા.

3 / 6
ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડમાં 44 બેઠકો પર મતદાન યોજાયું હતું. વોર્ડ નંબર 10માં રાયસણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ મતદાન કર્યું હતું.

4 / 6
લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ પોતાનો મત આપ્યો હતો. હીરાબાને તેમના નાના પુત્ર પંકજ મોદી મતદાન કરવા માટે મતદાન મથક પર લઈ ગયા હતા.

5 / 6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૃદ્ધ માતા હીરાબાએ ગાંધીનગરના સેક્ટર-22ની એક શાળામાં મતદાન કર્યું હતું.

6 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થશે. આ દરમિયાન જ PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 17 અને 18 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળી શકે છે.

Next Photo Gallery