Plant In Pot : વરસાદની ઋતુમાં સૌથી વધારે ખવાતા આલુ બુખારાને ઘરે ઉગાડો, જુઓ તસવીરો

|

Aug 03, 2024 | 4:55 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ છીએ જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તો આજે આપણે જાણીશું કે આલુ બુખારા કેવી રીતે ઘરમાં ઉગાડી શકાય

1 / 5
આલુ બુખારા અનેક પોષણ તત્વોથી ભરપુર હોય છે. જેથી તેનું સેવન શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તો આજે આપણે જાણીશું કે કેવી રીતે આલુ બુખારાનો છોડ ઘરે ઉગાડી શકાય.

2 / 5
આલુ બુખારાને ઉગાડવા માટે સૌથી પહેલા 10 ઈંચ પહોળુ કૂંડુ લો. તેમાં 50 ટકા સારી ગુણવત્તાની માટી 25 ટકા કોકોપીટ અને 25 ટકા છાણિયુ ખાતર નાખી સારી રીતે મિક્સ કરી દો.

3 / 5
હવે તમે માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ આલુ બુખારાનો છોડ રોપો ત્યારબાદ ઉપરથી માટી ઢાંકી દો. આટલુ કર્યા બાદ તેમાં જરુર અનુસાર પાણી નાખો. આશરે 40 દિવસમાં એક વાર છાણિયુ ખાતર નાખો.

4 / 5
તેમજ દર 25 દિવસે સરસવમાંથી બનાવેલુ લિક્વીડ છોડ પણ છાંટો. શરુઆતમાં છોડ પર સફેદ ફૂલ આવે છે. ત્યાર બાદ છોડ આશરે 7 થી 8 ફૂટ ઉંચો થાય પછી ફળ આપે છે.

5 / 5
આલુ બુખારાના છોડને ફળ આવવામાં આશરે 3 વર્ષ લાગે છે. છોડમાં ફૂગથી બચાવવા માટે સમયાંતરે તેના પર ફૂગનાશક સ્પ્રેનો ઉપયોગ કરો.( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Published On - 1:20 pm, Sat, 3 August 24

Next Photo Gallery