Plant In Pot : ઘરે જ લીલાછમ ધાણા ઉગાડવા, આ રહીં સરળ ટીપ્સ, જુઓ તસવીરો
લીલા ધાણાનો ઉપયોગ ઘણીવાર લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે. લીલા ધાણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તમે લીલા ધાણાના છોડને ઘરે પણ સરળતાથી ઉગાડી શકો છો.
1 / 5
દેશના મોટાભાગના ઘરોમાં કોથમીરનો ઉપયોગ ચોક્કસપણે થયા છે. લીલા ધાણાનો ઉપયોગ શાકભાજીથી લઈને કઠોળ અને ચટણીમાં બનાવી શકીએ છીએ.
2 / 5
ઘરે જ લીલા ધાણા ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાના બીજ લો. આ ઉપરાંત તમે નર્સરીમાંથી છોડ પણ લાવી શકો છો. સૌથી પહેલા એક મોટું કૂંડુ લો.
3 / 5
સૌથી પહેલા એક કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી લો.તેમાં છાણિયુ ખાતર ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ બીજ પર માટી ઢાંકો.
4 / 5
નિયમિત છોડને પાણી પીવડાવો. તેમજ કૂંડાને સૂર્યપ્રકાશમાં રાખો. જેથી લીલા ધાણાનો છોડ સારી રીતે ઉગી શકે. આ ઉપરાંત કોથમીર છોડની આસપાસ ઉગતુ ઘાસને કાઢી નાખો.
5 / 5
હવે થોડા જ દિવસોમાં કોથમીર ઉગી જશે. તેનો પણ ઉપયોગ કરી શકશો. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )