Pineapple Benefits And Side Effects: અનાનસ ખાવાથી વધી શકે છે ડાયાબિટીસ? જાણો પાઈનેપલના ફાયદા અને નુકસાન

|

Aug 10, 2023 | 7:30 AM

અનાનસ એક ખાટા-મીઠા ફળ છે, જેને પાઈનેપલ (Pineapple) તરીકે પણ ઓળખવામાં આવે છે. પાઈનેપલ સામાન્ય રીતે દેખાવમાં લીલા કાંટાવાળું ફળ હોય છે, પરંતુ તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ સાથે અનાનસનું સેવન સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. કારણ કે પાઈનેપલમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે.

1 / 9
પાઈનેપલમાં કેલ્શિયમ, મિનરલ, એન્ટીઈન્ફ્લેમેટરી, ફાઈબર અને વિટામિન સી જેવા તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

2 / 9
પરંતુ પાઈનેપલનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ કે પાઈનેપલના ફાયદા અને નુકસાન વિશે.

3 / 9
પાઈનેપલમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી જો તમે અનાનસનું સેવન કરો છો તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે તમે શરદી અને તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનથી બચી શકો છો. જે લોકો વજન વધારાથી પરેશાન છે તેમણે અનાનસનું સેવન કરવું જોઈએ. અનાનસમાં કેલરી ખૂબ જ ઓછી હોવાથી અનાનસનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.

4 / 9
અર્થરાઈટિસની તકલીફ હોય ત્યારે અનાનસનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આર્થરાઈટીસમાં સાંધામાં દુખાવો અને સોજાની ફરિયાદ રહે છે. પરંતુ જો તમે પાઈનેપલનું સેવન કરો છો તો દુખાવો અને સોજો ઘણા હદ સુધી ઓછો થઈ જાય છે. કારણ કે અનાનસમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે.

5 / 9
અનાનસમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જેથી જો તમે અનાનસનું સેવન કરો છો તો તે કબજિયાતની ફરિયાદ દૂર કરે છે. આ સાથે પાચનતંત્ર પણ મજબૂત બને છે.

6 / 9
હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડી જાય છે અને સાંધાના દુખાવા જેવી સમસ્યા શરૂ થાય છે. પરંતુ જો તમે પાઈનેપલનું સેવન કરો છો તો તેનાથી હાડકાં મજબૂત થાય છે. કારણ કે પાઈનેપલમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે.

7 / 9
એનિમિયાની ફરિયાદ હોય ત્યારે અનાનસનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે એનિમિયા આયર્નની ઉણપથી થતો રોગ છે અને અનાનસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, અનાનસનું સેવન કરવાથી એનિમિયા મટે છે.

8 / 9
ડાયાબિટીસના દર્દીઓએ અનાનસનું વધુ સેવન ન કરવું જોઈએ. કારણ કે વધારે સેવનથી શુગર લેવલ વધવાનો ખતરો છે. સગર્ભા સ્ત્રીઓએ અનાનસનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

9 / 9
અનાનસનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા થઈ શકે છે. અનાનસનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ઉલ્ટી થઈ શકે છે. ઘણા લોકો પાઈનેપલથી એલર્જીની ફરિયાદ કરે છે, એવા સંજોગોમાં તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.

Next Photo Gallery