કેલિફોર્નિયામાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન, પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે મચાવી ધૂમ

|

Oct 09, 2022 | 4:53 PM

Navratri festival in California : એક્તામાં અનેકતા અને અનેકતામાં વિવિધતાના સંદેશને આપવા માટે ગુજરાતી સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે નવરાત્રી મહોત્સવ 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં ગુજરાતીઓ ગરબાના તાલે ઝુમ્યા હતા.

1 / 5
કેલિફોર્નિયાની ધરતી પર એક્તામાં અનેકતા અને અનેકતામાં વિવિધતાના સંદેશને આપવા માટે ગુજરાતી સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના દ્વારા નવરાત્રી મહોત્સવ 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. સિટી ઓફ નોર્વેક સેરિટોઝ કોલેજ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે ધૂમ મચાવી હતી.

2 / 5
ગુજરાતી સમાજના ચેરમેન બી યુ પટેલ, પુષ્પા બહેન પટેલની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયેલા કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલે જણાવ્યુ હતુ કે, તે 35 કરતા વધારે વાર લોસ એન્જલસ આવી ચુક્યા છે અને દર વખતે તેમનો ઉત્સાહ અને ગુજરાતી સમાજનો તેમના માટેનો પ્રેમ વધતો જ જાય છે.

3 / 5
પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે ખાસ જણાવ્યુ હતુ કે, વિદેશમાં રહી ને પણ ગુજરાતી સમાજ માટે જે લોકો કામ કરી રહ્યા છે તેવા યોગી પટેલ, પરિમલ શાહ, ઘનશ્યામસિંહ ઝાલા, બી.યુ પટેલ, પુષ્પા બહેન પટેલના કામ ખરેખર પ્રશંનીય છે.

4 / 5
આ પ્રશંગે લોકોએ આ યાદગાર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ પણ કરી હતી. કેલિફોર્નિયામાં રહેતા ગુજરાતીઓ પારંપરિક વેશમાં આ કાર્યક્રમમાં જોડાયા હતા.

5 / 5
ગુજરાતી સમાજના ચેરમેન ઘનશ્યામસિંહ ઝાલા, પુષ્પ બહેન પટેલ, સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહની આગેવાનીમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી સમાજના 3000 જેટલા લોકો ગરબે ઘૂમ્યા હતા.આ ધાર્મિક પ્રસંગે સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહ અને અગ્રણીઓ દ્વારા ઉત્સાહ વધારવા અને સન્માન કરવા માટે ખાસ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

Next Photo Gallery