હવે OYO માં અપરિણીત કપલ માટે ‘No Entry’… નવા વર્ષમાં કંપનીએ નિયમોમાં કર્યો ફેરફાર, જાણો

|

Jan 05, 2025 | 7:29 PM

OYO New Guidelines:  oyo એ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને આ અંતર્ગત તેણે પ્લેટફોર્મ સાથે સંકળાયેલી હોટલોમાં અપરિણીત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. 

1 / 6
OYO ની મદદથી, ભારતના કોઈપણ શહેરમાં સસ્તી હોટેલ શોધવી અને ત્યાં રોકાવું સરળ બની ગયું છે. પરંતુ કંપનીએ નવા વર્ષ 2025માં પોતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, અને અપરિણીત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી ઓયોમાં કપલ્સ સરળતાથી રૂમ મેળવી શકતા હતા, પરંતુ કંપનીએ હવે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

2 / 6
મીડિયા અહેવાલ અનુસાર OYOએ એક મોટી જાહેરાત કરી છે અને હવે તેની સાથે સંકળાયેલી હોટલોમાં અપરિણીત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મતલબ, જો કોઈ કપલ OYO હોટેલમાં રૂમ બુક કરાવવા માંગે છે, તો તેમણે તેમના લગ્નનો પુરાવો અથવા સંબંધનો પુરાવો રજૂ કરવો પડશે.

3 / 6
ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી પ્લેટફોર્મ OYO દ્વારા લાવવામાં આવેલા અપરિણીત યુગલોના ચેક-ઈન પર પ્રતિબંધનો નવો નિયમ આ વર્ષે લાગુ કરવામાં આવશે અને તેની શરૂઆત મેરઠથી થઈ રહી છે અને શહેરમાં OYO સાથે જોડાયેલ હોટેલોને આ નિયમનો તાત્કાલિક અમલ કરવાની સૂચના આપવામાં આવી છે.

4 / 6
OYO ની અપડેટ કરેલી માર્ગદર્શિકા સ્પષ્ટપણે જણાવે છે કે ઓનલાઈન બુકિંગ કરનારા સહિત તમામ યુગલોએ હવે ચેક-ઈન સમયે તેમના સંબંધનો માન્ય પુરાવો રજૂ કરવો પડશે. આ સાથે રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપની મેરઠમાં આ નિયમ લાગુ કર્યા બાદ તેના ફીડબેક અને અસરકારકતાના આધારે અન્ય શહેરોમાં પણ તેનો વિસ્તાર કરી શકાય છે.

5 / 6
અહેવાલો અનુસાર, કંપનીનો સંપર્ક કેટલાક સ્થાનિક લોકો અને સમાજ જૂથો દ્વારા કરવામાં આવ્યો હતો, ખાસ કરીને મેરઠ સહિત કેટલાક અન્ય શહેરોમાં, તેમના વતી અપરિણીત યુગલોને હોટલના રૂમ ન આપવાની અપીલ સાથે. તેના સંદર્ભમાં, કંપનીએ તેની માર્ગદર્શિકામાં મોટો ફેરફાર કર્યો છે. 

6 / 6
Oyoની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર કંપનીનો બિઝનેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફેલાયેલો છે. તે 30 થી વધુ દેશોમાં હોટલ અને હોમ સ્ટે સેવાઓ પ્રદાન કરે છે અને તેના નેટવર્કમાં 1.50 લાખથી વધુ હોટલ છે. કંપનીની સેવાઓ ઇન્ડોનેશિયા, મલેશિયા, ડેનમાર્ક, અમેરિકા (યુએસ), બ્રિટન (યુકે), નેધરલેન્ડ, જાપાન, મેક્સિકો, બ્રાઝિલ જેવા દેશોમાં હાજર છે.

Next Photo Gallery