TV9 GUJARATI | Edited By: Bhavyata Gadkari
Jan 30, 2022 | 9:31 PM
પિમ્પલ્સ: ડુંગળીના રસથી પિમ્પલ્સને દૂર કરી શકાય અથવા ઘટાડી શકાય છે. આ માટે એક વાસણમાં બે કે ત્રણ ચમચી ડુંગળીનો રસ લો અને તેમાં બેથી ત્રણ ટીપા ઓલિવ ઓઈલ નાખો. હવે ચહેરા પર જ્યાં પણ પિમ્પલ્સ હોય ત્યાં તેને લગાવો. રાત્રે આ કરવું શ્રેષ્ઠ છે.
ડાઘ-ધબ્બા: ડુંગળીનો રસ ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરી શકે છે. આ માટે ડુંગળીના રસમાં લીંબુ અને દહીં મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. આવું અઠવાડિયામાં બે વાર કરો. આ ઘરેલું ઉપાયને નિયમિત રીતે અપનાવવાથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે.
મસા: ત્વચા પર આવતા મસાઓને દૂર કરવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ડુંગળીની પેસ્ટ બનાવો અને તેમાં તુલસીના પાનનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને મસા પર લગાવો. બે થી ત્રણ કલાક પછી તેને પાણીથી ધોઇ લો.
એંટી એજિંગ: ત્વચા પર અકાળે કરચલીઓ એ વૃદ્ધત્વનું લક્ષણ છે. આ સમસ્યાને ત્વચાથી દૂર રાખવા માટે અઠવાડિયામાં બે વાર ડુંગળીનો રસ ચહેરા પર લગાવો. તેને દૂર કરવા માટે ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો.
સ્કિન ડિટોક્સઃ ડુંગળીના રસની મદદથી ત્વચાને ડિટોક્સ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. આ માટે ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હૂંફાળા પાણીથી તેને દૂર કરો. આ ત્વચાને ડિટોક્સિફાય કરી શકે છે.