ભારતમાં નવી બીમારીની દસ્તક ! 15 દિવસમાં 139 લોકો થયા ટકલા, જાણો શું છે આ વાળ ખરવાની બીમારી

|

Jan 13, 2025 | 1:59 PM

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં રહસ્યમય બીમારીનો મામલો સામે આવ્યો છે. દિલ્લી અને ચેન્નઈની ICMRની ટીમ આજે બુલઢાણામાં પહોંચી છે. એકાએક વાળ ખરવાના કેસમાં ICMRની ટીમ તપાસ કરશે.  બુલઢાણાના 12થી વધુ ગામમાં વાળ ખરવાની બીમારીનો ભરડો લીધો છે. 15 દિવસમાં 139 લોકો ટકલા થયાનું સામે આવ્યું. 

1 / 6
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં હાલ લોકો ભયના ઓથાર હેઠળ છે. અહીંના શેગાંવ તાલુકાના 12 થી 15 ગામમાં છેલ્લાં 15 દિવસથી રહસ્યમય બીમારીએ ભરડો લીધો છે. જેમાં લોકોના વાળ એકાએક ખરી રહ્યા છે..  કેટલાંક તો બિલ્કુલ જ ટકલા થઈ ગયા છે.

2 / 6
મહિલાઓ અને બાળકોના વાળ પણ ખરી રહ્યા છે. તો બીજી તરફ પુરૂષોના મૂંછો અને હાથના વાળ પણ ખરી પડ્યા છે. જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ અંગે તાપસનો ધમધમાટ બોલાવાયો છે. પરંતુ, આવું શા માટે ઘટી રહ્યું છે. તે જાણવામાં સફળતા નથી મળી. અને એટલે જ આજે કેન્દ્ર સરકારની સર્વોચ્ચ સ્વાસ્થ્ય સંસ્થા ઈન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ટીમ બુલઢાણા પહોંચી છે. અને સમગ્ર મામલે  તપાસ હાથ ધરી છે.

3 / 6
હકીકતમાં 26 ડિસેમ્બરના રોજ  આ વિસ્તારમાં કેટલાંક લોકોને માથામાં ખંજવાળ શરૂ થઈ હતી. તેની સાથે જ માથામાંથી વાળ ખરવાનું પણ શરૂ થયું. અને પછી તો માત્ર ત્રણ થી ચાર જ દિવસમાં કેટલાંક લોકોએ સંપૂર્ણ વાળ ગુમાવી દીધા. માહિતી મળતા જ જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

4 / 6
બુલઢાણાના વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલાયા. ટીમ દ્વારા લેવાયેલા પાણીના નમૂનામાં નાઈટ્રેટ અને ટીડીએસનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળ્યું છે. પાણીના કેટલાંક નમૂનાને વિશેષ પરિક્ષણ માટે નાસિક અને અમદાવાદ મોકાલાયા છે. જેનો રિપોર્ટ એક અઠવાડિયા બાદ આવશે. તો પીડિતોમાંથી પણ કેટલાંકના લોહી અને ત્વચાના નમૂના તપાસ માટે મોકલાયા હતા. પહેલાં શંકા હતી કે કોઈ ફંગલ ઈન્ફેક્શનને લીધે. લોકો આ વિચિત્ર બીમારીનો ભોગ બન્યા હોઈ શકે. પરંતુ, લોહી અને ત્વચાના નમૂનામાં આવું કોઈ ઈન્ફેક્શન સામે નથી આવ્યું.

5 / 6
ચિંતાની વાત એ છે કે વાળ ખરવાની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. શેગાંવ બાદ હવે નાંદુરા તાલુકાના વાડી ગામમાં પણ દર્દીઓ સામે આવ્યા છે. અહીં ત્રણ ઘરોમાં 7 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.

6 / 6
3 થી 45 વર્ષની ઊંમરના આ દર્દીઓમાં ચાર મહિલાઓ છે. નવા કેસ સામે આવતા નાંદુરા તાલુકામાં સ્વાસ્થ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને વાડી ગામના પાણીના તેમજ પીડિતોના લોહીના નમૂના તપાસ માટે લેવાયા છે. જેમાં પાણીના નમૂનામાં. નાઈટ્રેટનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોવાનું સામે આવ્યું છે. અને હાલ. ઊંચું નાઈટ્રેટ ધરાવતા જળ સ્ત્રોતનો ઉપયોગ ન કરવા ગ્રામ પંચાયતોને સલાહ અપાઈ છે.

Next Photo Gallery