Maruti Dzire થી લઈને WagonR સુધી…આ કાર થશે ફરી મોંધી, જાણો કેટલી વધશે કિંમત
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી 2025માં ફરી એકવાર તેની કારની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. આ પહેલા 1 જાન્યુઆરી, 2025ના રોજ મારુતિએ તેના વાહનોના ભાવમાં 4 ટકા સુધીનો વધારો કર્યો હતો. ત્યારે આ લેખમાં જાણીશું કે, મારુતિ તેના કયા મોડેલની કિંમતમાં કેટલો વધારો કરવા જઈ રહી છે.
1 / 5
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી 2025માં ફરી એકવાર તેની કારની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. આ પહેલા 1 જાન્યુઆરી, 2025ના રોજ મારુતિએ તેના વાહનોના ભાવમાં 4 ટકા સુધીનો વધારો કર્યો હતો.
2 / 5
મારુતિએ કહ્યું હતું કે કારની કિંમત વધારવા પાછળનું મુખ્ય કારણ ઇનપુટ ખર્ચમાં વધારો છે.હવે ફરી એકવાર મારુતિ તેની કારની કિંમતમાં 32,500 રૂપિયાનો વધારો કરવા જઈ રહી છે. જો તમે સસ્તા ભાવે મારુતિ કાર ખરીદવા માંગતા હો તો તાત્કાલિક બુક કરાવી લો.
3 / 5
મારુતિ સેલેરિયો કંપનીની લોકપ્રિય હેચબેક કાર છે, તેની શરૂઆતની કિંમત 5.35 લાખ રૂપિયાથી 7.05 લાખ રૂપિયા છે. 1 ફેબ્રુઆરી, 2025થી મારુતિ સેલેરિયોની કિંમતમાં 35,500 રૂપિયાનો વધારો થશે. મારુતિ સેલેરિયોની કિંમતમાં સૌથી વધુ વધારો કરવા જઈ રહી છે.
4 / 5
1 ફેબ્રુઆરી, 2025થી જે કાર મોંઘી થશે તેમાં મારુતિ જિમ્નીની કિંમત સૌથી ઓછી વધશે. મારુતિ આ કારની કિંમતમાં માત્ર 1500 રૂપિયાનો વધારો કરવા જઈ રહી છે. આ ઉપરાંત મારુતિ સ્વિફ્ટ અને એસ-પ્રેસોની કિંમતમાં 5000 રૂપિયાનો વધારો કરવામાં આવશે.
5 / 5
Maruti Dzireમાં પણ રૂપિયા 10,000 સુધીનો વધારો કરવા જઈ રહી છે. નવા વર્ષ પર મારુતિએ તેની કારના ભાવમાં 4 ટકા સુધીનો વધારો કર્યો હતો. હવે 2025ના બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં મારુતિ તેની કારની કિંમતમાં 32,500 રૂપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે.