મોહન યાદવ પરિવાર : મધ્યપ્રદેશના નવા સીએમનો વિવાદો સાથે છે જૂનો સંબંધ, જુઓ પરિવારમાં કોણ કોણ છે
મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યનંત્રી છે. 1965માં ઉજ્જૈનમાં પૂનમચંદ યાદવના ઘરે જન્મેલા મોહન યાદવે અભ્યાસ દરમિયાન રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. તો ચાલો આજે મધ્યપ્રદેશના નવા સીએમના પરિવાર વિશે જાણીએ.
1 / 7
મોહન યાદવના પિતાનું નામ પૂનમચંદ છે.મોહન યાદવના લગ્ન સીમા યાદવ સાથે થયા હતા. તેને 2 પુત્ર છે અને 1 પુત્રી છે. મોહન યાદવનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. આ કારણ તે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.
2 / 7
મોહન યાદવનું પોલિટિકલ કરિયર જોઈએ તો1982 માધવ સાયન્સ કોલેજ સ્ટુડન્ટ્સ યુનિયનના સહ-સચિવ બન્યા હતા.1984 માધવ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘના પ્રમુખ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ઉજ્જૈનના શહેર મંત્રી.
3 / 7
2004 ભાજપની રાજ્ય કારોબારી સમિતિના સભ્ય અને સિંહસ્થ, મધ્ય પ્રદેશની કેન્દ્રીય સમિતિના સભ્ય બન્યા હતા.2011-2013 મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી,2013 ઉજ્જૈન દક્ષિણ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2 જુલાઈ 2020 મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા 2023 ઉજ્જૈન દક્ષિણ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમજ 12 ડિસેમ્બર 2023ના રોજ તેઓ મધ્યપ્રદેશના નવા સીએમ બન્યા છે.
4 / 7
મધ્યપ્રદેશમાં ચૂંટણી પરિણામોના આઠ દિવસ બાદ ભાજપે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. મોહન યાદવ મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી હશે.મોહન યાદવના અભ્યાસ કરિયર વિશે વાત કરીએ તોસાયન્સમાં ડિગ્રી મેળવેલી છે. તેમજ કાયદામાં સ્નાતક,માસ્ટર ઓફ આર્ટસડોક્ટર ઓફ ફિલોસોફી (પીએચડી) કર્યું છે.
5 / 7
મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ છે અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તેઓ મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી (શિક્ષણ) અને કુસ્તી સંગઠન અને ઓલિમ્પિક એસોસિએશનના રાજ્ય પ્રમુખ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.મોહન યાદવ માતા સીતાને લઈને આવી ચૂક્યા હતા વિવાદોમાં તેમણે કહ્યું હતુ કે, મર્યાદાને કારણે રામને સીતાને છોડવા પડ્યા હતા. તેમણે વનમાં બાળકોને જન્મ આપ્યો.
6 / 7
મોહન યાદવ ત્રીજી વખત ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. યાદવ જુલાઈ 2020 થી 2023 સુધી શિક્ષણ મંત્રી હતા અને 2013 થી સતત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
7 / 7
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી હતી.
Published On - 6:25 pm, Mon, 11 December 23