દરિયા વચ્ચે પ્રપોઝ, પ્રેમ-પ્રેગ્નન્સી અને ત્રણ વાર લગ્ન..જાણો હાર્દિક-નતાશાની લવસ્ટોરીથી લઈને છુટાછેડા સુધીની સફર

|

Jul 19, 2024 | 12:20 PM

નતાશા-હાર્દિકના છૂટાછેડા તેમના ચાહકો માટે જેટલા ચોંકાવનારા હતા, તેમના લગ્ન પણ એટલા જ ચોંકાવનારા હતા. તો ચાલો જાણીએ બન્નેની લવ સ્ટોરી કેવી રીતે શરુ થઈ

1 / 7
બોલીવુડ અભિનેત્રી અને સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા લગ્નના ચાર વર્ષ બાદ અલગ થવા જઈ રહ્યા છે. બંને વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી અણબનાવ હતો, જેના કારણે હવે તેઓએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક અને નતાશાએ પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે બંને અલગ થઈ રહ્યા છે. બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

2 / 7
કપલની આ જાહેરાતથી સૌ કોઈ ચોંકી ગયા છે. હાર્દિક અને નતાશાનો સંબંધ માત્ર ચાર વર્ષ જ ચાલ્યો અને હવે બન્ને અલગ થવા જઈ રહ્યા છે. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા અને હવે બંને 2024માં અલગ થઈ રહ્યા છે. નતાશા-હાર્દિકના છૂટાછેડા તેમના ચાહકો માટે જેટલા ચોંકાવનારા હતા, તેમના લગ્ન પણ એટલા જ ચોંકાવનારા હતા. તો ચાલો જાણીએ બન્નેની લવ સ્ટોરી કેવી રીતે શરુ થઈ

3 / 7
હાર્દિક અને નતાશા પહેલીવાર 2018માં મુંબઈની એક નાઈટ ક્લબમાં મળ્યા હતા, જ્યાંથી તેમની મિત્રતા શરૂ થઈ હતી. આ મુલાકાત બાદ હાર્દિકે નતાશાને તેના જન્મદિવસ પર આમંત્રણ આપ્યું હતું, આ પહેલી વાર હતું જ્યારે બંને સાથે જોવા મળ્યા હતા. આ પછી તેમના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. જોકે, નતાશાએ તે સમયે હાર્દિકને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ કહ્યો હતો.

4 / 7
આ બાદ હાર્દિકે 2020માં નતાશાને દરિયા વચ્ચે યાટમાં ફિલ્મી રીતે  પ્રપોઝ કર્યું હતુ . હાર્દિકે નતાશાને જે રીતે પ્રપોઝ કર્યું હતું, જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો અને તેને લઈને આજે પણ લોકો તેના વખાણ કરે છે કે ભાઈ પ્રપોઝ કરો તો આ રીતે.

5 / 7
આ બાદ કોરોનાને કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને એક દિવસ અચાનક બંનેએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. 2020 માં, કપલે કોર્ટ મેરેજ કર્યા હતા અને થોડા દિવસો પછી ખબર પડી કે અભિનેત્રી ગર્ભવતી છે. જુલાઈ 2020 માં જ, હાર્દિક અને નતાશાએ એક પુત્રનું સ્વાગત કર્યું, જેનું નામ અગસ્ત્ય છે. નતાશા અને હાર્દિક અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના પુત્ર સાથેની તસવીરો અને વીડિયો શેર કરે છે.

6 / 7
હાર્દિક અને નતાશાએ પુત્રના જન્મના ત્રણ વર્ષ બાદ 2023માં ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ હિંદુ અને પછી ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. એટલે ત્રણ ત્રણ વાર લગ્ન કરીને પણ હાર્દિકનો આ સબંધ લાંબો ન ટકી શક્યો. તેના લગ્નની તસવીરો અને વીડિયોને આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ તે દરમિયાન આ વર્ષની IPL દરમિયાન સમાચાર આવ્યા કે નતાશા અને હાર્દિક વચ્ચે બધુ બરાબર નથી.

7 / 7
જોકે, શરૂઆતમાં તેને PR સ્ટંટ પણ કહેવામાં આવતું હતું. પરંતુ, આ અફવાઓએ વેગ પકડ્યો જ્યારે અચાનક નતાશાએ તેના અને હાર્દિકના લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી અને તેના નામમાંથી તેની અટક પણ હટાવી દીધી. હવે ગઈકાલે નતાશા અને હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પુષ્ટિ કરી છે કે બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે.

Published On - 11:32 am, Fri, 19 July 24

Next Photo Gallery