
ચોક્કસ ત્રિજ્યામાં ડ્રોનનો ઉપયોગ કરીને ભીડની ઘનતા પણ માપવામાં આવે છે અને ભીડ મૂલ્યાંકન ટીમને મોકલવામાં આવે છે. એટલું જ નહીં, એક સમર્પિત એપ્લિકેશન પણ છે, જે મેળામાં હાજર લોકોના મોબાઇલ ફોનની સંખ્યાને ટ્રેક કરી રહી છે.

મહાકુંભમાં આવનારી ભીડના ફોટો પરથી લોકોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, સચોટ અંદાજ માટે AI આધારિત હાઇટેક કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, તેમજ કુંભમાં આવનારી ટ્રેન અને બસના ડેટા આધારે પણ ગણતરી કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, 13 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ 26 ફ્રેબુઆરી સુધી ચાલશે. જેમાં 6 મોટા સ્નાન હશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, તેમાં 40 થી 45 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. યોગી સરકારે સંગમનગરી પ્રયાગરાજમાં મહાકુંભમાં 45 કરોડ શ્રદ્ધાળુઓના સ્નાની વ્યવસ્થા કરી છે.

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે.