વડોદરામાં આર્મીના આધુનિક શસ્ત્રોનું કરવામાં આવ્યુ પ્રદર્શન, know your army હેઠળ ભાવિ પેઢી આર્મીની શક્તિથી થઈ રુબરુ

|

Jan 12, 2023 | 5:50 PM

Vadodara : આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આજે વડોદરામાં આર્મીના આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન યોજાયું હતું. આજે યુવા દિવસના પ્રસંગે વડોદરાના યુવાઓને આર્મીની શક્તિથી રૂબરૂ કરવામાં આવ્યા હતા.

1 / 5
આર્મી ડે પરેડ 2023 અને "આઝાદી કા અમૃત મહોત્સવ" ની શરૂઆતના ભાગ રૂપે, હેડક્વાર્ટર સધર્ન કમાન્ડ અને હેડક્વાર્ટર આર્મી ટ્રેનિંગ કમાન્ડના નેજા હેઠળની ઇએમઇ સ્કૂલે 12 જાન્યુઆરી, 2023ના રોજ વડોદરા ખાતે શસ્ત્રો અને સાધનોના પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શનનો હેતુ દેશના યુવાનોને પ્રોત્સાહિત કરવા અને ભારતીય સેનાની શક્તિ અને ક્ષમતાનું પ્રદર્શન કરવાનું હતું.

2 / 5
આર્મી દ્વારા એન્ટી ક્રાફટ ગન,એન્ટી મિસાઈલ ગન,આર્ટિલરી ગન, મિસાઈલ, ,સર્વેલન્સ ટાવર,સહિતના આધુનિક સાધનો
 હરતી ફરતી હોસ્પિટલ,ATV સહિત ના આધુનિક સાધનો અને સંસાધનો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા.

આર્મી દ્વારા એન્ટી ક્રાફટ ગન,એન્ટી મિસાઈલ ગન,આર્ટિલરી ગન, મિસાઈલ, ,સર્વેલન્સ ટાવર,સહિતના આધુનિક સાધનો હરતી ફરતી હોસ્પિટલ,ATV સહિત ના આધુનિક સાધનો અને સંસાધનો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા.

3 / 5
વડોદરાની શાળાના વિધાર્થીઓ શિક્ષકો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળવા પહોંચ્યા હતા.

4 / 5
NCC ક્રેડિટ અને આર્મી સાથે જોડાવવા માંગતા વિધાર્થીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. know your army શીર્ષક હેઠળ આ પ્રદર્શનનું આયોજન થયું હતું.

5 / 5
know your army એ ભારતીય આર્મી અને જનતા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે એક વ્યાપક આઉટરીચ અભિયાન છે. આ ઇવેન્ટમાં નવી પેઢીના આર્મમેન્ટ અને ગન સિસ્ટમ્સ, નવીનતમ અત્યાધુનિક સર્વેલન્સ ઇક્વિપમેન્ટ્સ અને ઇન્ફન્ટ્રી વેપન્સ, કોમ્બેટ વ્હીકલ અને એર ડિફેન્સ ગન અને રડાર્સ ઇક્વિપમેન્ટ્સથી લઈને વિવિધ પ્રકારના લશ્કરી સાધનો જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, યુવાનો અને બાળકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને તેમને તેમની આર્મીને જાણવાની તક પૂરી પાડી હતી.

Next Photo Gallery