AC Tips : એસીની હવે જરૂરિયાત નથી, તો પેક કરતી વખતે આ 2 વાતોનું ધ્યાન ખાસ રાખજો
જો તમે એસીનો ઉપયોગ કરતા નથી અને હવે એસીને પેક કરીને રાખવા માંગો છો. તો આજે તમને એસીને પેક કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી વાતો વિશે જણાવીશું. જો આટલું કરી લેશો તો તમારે જ્યારે ફરી ઉપયોગમાં લેવાનું હશે, ત્યારે એસીને આરામથી ઉપયોગમાં લઈ શકશો.
1 / 5
ગરમી અને ચોમાસાની સીઝન પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ધીમે ધીમે ઠંડીની સીઝન આવી રહી છે, હવે એસીની પહેલા જેટલી જરુર રહેશે નહિ. જેટલી એસીની જરુર માર્ચથી ઓગસ્ટ મહિના સુધી હોય છે તેટલી જરુર એસીની હવે પડશે નહિ. એસીને પેક કરીને રાખવા માટે કેટલીક જરુરી વાતનું પણ ધ્યાન રાખવું જરુરી છે.
2 / 5
જો તમારે એસીને લાંબા સમય સુધી વ્યવસ્થિત રાખવું છે તો એસીને પેક કરતી વખતે કેટલીક વાતનું ધ્યાન રાખજો.એસીને પેક કરતા પહેલા સૌથી પહેલા તેની સાફ સફાઈ કરી લો.AC ફિલ્ટર અને તેના અંદરના ભાગને સારી રીતે સાફ કરો. બંન્ને બાજુ સાફ કર્યા બાદ કવર પેક કરી દો,
3 / 5
મહત્વની વાત એ છે કે, ગેસ દ્વારા જ એસી ઘરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. પહેલા ચેક કરી લો કે, તેનું કૂલિંગ લેવર બરાબર છે કે, જો ના હોય તો એસીમાં ગેસ ભરાવી લો.
4 / 5
એસીમાં જે ગેસની પાઈપ છે તેને એક વખત ચેક કરી લો, તેમાંથી પાણીથી લીક થતું નથી ને. શક્ય હોય તો પાઈપને પણ કવર વડે ઢાંકી લો. કારણ કે પાઈપ દ્વારા ઉંદર એસીમાં પ્રવેશ કરી શકે છે.
5 / 5
તમે જ્યારે ફરીથી એસીને ઉપયોગમાં લો છો ત્યારે યોગ્ય રીતે સાફ સફાઈ કરી લો, ત્યારબાદ ગેસ, કૂલિંગ લેવલ બરાબર છે કે કેમ એ પણ ચેક કરી લો,