‘જન ઔષધિ પરિયોજના’ એ કરોડો લોકોને આપ્યું નવજીવન – ડૉ. મનસુખ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ તેમનું પુસ્તક જનઔષધી કે અગ્રદૂત મહામહિમ રાષ્ટ્રપતિને અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ અંગે વાત કરવામાં આવી છે.
1 / 5
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 'જન ઔષધિ પ્રોજેક્ટ'એ કરોડો લોકોને નવજીવન આપ્યું છે.
2 / 5
ગુરુવારે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'જનઔષધિ કે અગ્રદૂત' નામનું પુસ્તક અર્પણ કર્યું. ડૉ.મનસુખ માંડવિયાએ આ વિશે ટ્વિટ કરી આ માહિતી શેર કરી હતી.
3 / 5
નોંધનીય છે કે જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ તદ્દન સંતોષકારક છે. આ યોજનાએ સારવારના ખર્ચને લઈને દેશના કરોડો લોકોની ચિંતા તો દૂર કરી છે, પરંતુ તેમનું જીવન પણ સરળ બનાવ્યું છે.
4 / 5
આ યોજનાએ ભારતના સામાન્ય લોકોના જીવન પર સીધી હકારાત્મક અસર કરી છે.
5 / 5
દેશના 12 લાખથી વધુ રહેવાસીઓ દરરોજ જન ઔષધિ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. અહીં ઉપલબ્ધ દવાઓ બજાર કિંમત કરતા 50 થી 90 ટકા સસ્તી છે.