જામનગર: નેશનલ ફાયર સર્વિસ ડે નિમીત્તે મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ- જાણો કેમ દર 14 એપ્રિલે ઉજવાય છે આ દિવસ

|

Apr 14, 2024 | 4:38 PM

જામનગરમાં ફાયર સર્વિસ ડે પર મુંબઈમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ તકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત ફાયર શાખાના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવો જામીએ શા માટે 14 એપ્રિલના રોજ કરાય છે ફાયર સર્વિસ ડેની ઉજવણી

1 / 5
દર વર્ષે 14 એપ્રિલ ફાયર સર્વિસ ડે અથવા નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસ ઉજવવા પાછળ એક બહુ મોટી ઘટના જવાબદાર છે.

2 / 5
14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈ બંદરે કપાસની ગાસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી.  જે જહાજમાં આગ લાગી તેમા કપાસની ગાંસડીઓ સહિત વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો ભરેલા હતા.

3 / 5
આગના સમાચાર મળતા જ મુંબઈ ફાયર સર્વિસના સેંક઼ડો અધિકારીઓ અને કર્મચારીઓને બંદર પર આગ બુજાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

4 / 5
આ ફાયરકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના બહાદુરી અને સાહસનો પરિચય આપતા આગ ઓલવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમતને અંતે આગ પર કાબુ કરવામાં આવ્યો હતો..

5 / 5
જહાજના બોર્ડમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આ ભીષણ આગની ઝપેટમાં 66 ફાયરમેનએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ આપવા  દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે.

Published On - 4:32 pm, Sun, 14 April 24

Next Photo Gallery