Meera Kansagara |
Feb 13, 2024 | 2:08 PM
આજે ટ્રેનના પૈડાં સાથે જોડાયેલા નોલેજ વિશે તમને જણાવશું. શું તમે જાણો છો કે ટ્રેનનું એક પૈડું બનાવવા માટે કેટલા રુપિયાનો ખર્ચ થાય છે અથવા વ્હીલનું વજન કેટલું છે? તો ચાલો અમે તમને તેની સંપૂર્ણ માહિતી આપીએ.
ટ્રેનના પૈડાંનું વજન : તમને જણાવી દઈએ કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ટ્રેનના એન્જિન અને કોચમાં અલગ-અલગ વજનના પૈડાં લગાવવામાં આવ્યા હોય છે. જેમાં સૌથી ભારે EMU ટ્રેનના પૈડાં છે. EMU ટ્રેન વ્હીલનું વજન 423 કિલોગ્રામ સુધી હોઈ શકે છે.
જ્યારે સામાન્ય ટ્રેનના ડબ્બામાં ફીટ કરાયેલા વ્હીલનું વજન 384 થી 394 કિગ્રા હોય છે. આ ઉપરાંત લાલ રંગના LHB કોચનાં એક પૈડાનું વજન અંદાજે 326 કિલો હોય છે.
ટ્રેનના પૈડાંની કિંમત : એક રિપોર્ટ મુજબ રેલવે મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવે ટ્રેનનાં પૈડાં આયાત કરે છે. એક વ્હીલની કિંમત લગભગ 70,000 રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે એક કોચમાં 8 પૈડાં હોય છે અને એક ટ્રેન, એન્જિન સહિત 24 કોચથી બનેલી હોય છે. હવે જરા વિચારો કે સરકારને માત્ર ટ્રેનનાં પૈડાં પાછળ કેટલા રૂપિયા ખર્ચવા પડે છે.