મોટો ખુલાસો, 100 km કરતાં વધુ હોઈ શકે છે ઇલેક્ટ્રિક Activaની રેન્જ
દેશનું નંબર-1 સ્કૂટર Honda Activa ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. જો કે હોન્ડાની 2-વ્હીલર્સના આ સેગમેન્ટમાં મોડેથી એન્ટ્રી છે. Honda એ ટૂંક સમયમાં લોન્ચ થનારી ઇલેક્ટ્રિક એક્ટિવાનું નવું ટીઝર લોન્ચ કર્યું છે. જેમાં રેન્જને લઈને મોટો ખુલાસો થયો છે.
1 / 7
દેશનું નંબર-1 સ્કૂટર Honda Activa ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. જો કે હોન્ડાની 2-વ્હીલર્સના આ સેગમેન્ટમાં મોડેથી એન્ટ્રી છે.
2 / 7
Honda એ ટૂંક સમયમાં લોન્ચ થનારી ઇલેક્ટ્રિક એક્ટિવાનું નવું ટીઝર લોન્ચ કર્યું છે. આમાં, ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવાના ઘણા ફીચર્સ સામે આવ્યા છે, જેમાં રેન્જ અને ડ્રાઇવ મોડની પણ માહિતી છે.
3 / 7
Honda દ્વારા 18મી નવેમ્બરે ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. તે મુજબ સિંગલ ચાર્જ પર તેની ન્યૂનતમ રેન્જ 104 કિમી હશે. તો તેનું ડેશબોર્ડ મોટું અને ડિજિટલ હશે.
4 / 7
ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવામાં મ્યુઝિક કંટ્રોલ, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને મેપની સુવિધા હશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં દરેક ટ્રિપ માટે ટ્રિપ મીટર પણ હશે.
5 / 7
હોન્ડા મોટર્સે આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની ઝલક બતાવી છે. તેનું ઈલેક્ટ્રિક સ્કૂટર 1994માં આવેલા વિશ્વના પ્રથમ ઈ-સ્કૂટર CUV-ES પર આધારિત હોવાનું કહેવાય છે.
6 / 7
કંપની તેને આ વર્ષે નવેમ્બરમાં ભારતમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. નહિંતર, તે આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર ઇન્ડિયા ગ્લોબલ મોબિલિટી એક્સપોમાં ચોક્કસપણે દસ્તક આપી શકે છે.
7 / 7
માર્કેટમાં તેની સીધી સ્પર્ધા TVS iQube, Bajaj Chetak અને Ather Rizta સાથે થશે. આ તમામ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ફેમિલી સ્કૂટર છે.