Hiroshima Nagasaki Atomic Bomb :અમેરિકાના Little Boy અને Fat Manએ થોડી જ સેકન્ડમાં લઈ લીધો લાખો લોકોનો જીવ, જાણો આ પરમાણુ બોમ્બની શક્તિ

|

Aug 09, 2023 | 8:15 AM

વિશ્વમાં પ્રથમ વખત 6 ઓગસ્ટના રોજ જાપાનના હિરોશિમા શહેર પર અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ બોમ્બનું નામ લિટલ બોય હતું. ત્યારબાદ ત્રણ દિવસ પછી નાગાસાકી પર ફેટ મેન નામનો બોમ્બ ફેંકવામાં આવ્યો. જેના કારણે લાખો લોકો એક જ ક્ષણમાં મૃત્યુ પામ્યા.

1 / 5
 1945નું વર્ષ જાપાની લોકો માટે મુશ્કેલીઓ લઈને આવ્યું હતું, પરંતુ કોઈને ખબર નહોતી કે આ વર્ષમાં જ કંઈક એવું થશે, જે આખા દેશને પળવારમાં રાખમાં ફેરવી દેશે. (PC - Wikipedia)

2 / 5
બોઇંગ બી-29 સુપરફોર્ટ્રેસ બોમ્બર એનોલા ગે દ્વારા લિટલ બોય નામનો બોમ્બ હિરોશિમા પર છોડવામાં આવ્યો હતો. તે 3.5 મીટર લાંબો, 4.3 ટન વાદળી-સફેદ રંગનો અણુ બોમ્બ (લિટલ બોય બોમ્બ) હતો. તે ટોચના ગુપ્ત મેનહટન પ્રોજેક્ટના ભાગ રૂપે ન્યૂ મેક્સિકોમાં લોસ એલામોસની લેબમાં વિકસાવવામાં આવ્યું હતુ.(PC - Wikipedia)

3 / 5
6 ઓગસ્ટની સવારે 8.15 વાગ્યે પડેલા આ બોમ્બની શક્તિ 12500 ટન જેટલી હતી. તે વિસ્ફોટ થતાં જ તાપમાન 10 લાખ સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયું હતુ. શહેરના મધ્ય વિસ્તારમાં કોંક્રિટ ઇમારતો સિવાય ત્યાની જમીન પરની દરેક વસ્તુ અદૃશ્ય થઈ ગઈ. બ્લાસ્ટની અસર એટલી જોરદાર હતી કે 15 કિલોમીટર દૂર આવેલી ઈમારતોને પણ ભારે નુકસાન થયું હતુ. (PC - Wikipedia)

4 / 5
હિરોશિમા પર હુમલો થયાના ત્રણ દિવસ પછી એટલે કે 9 ઓગસ્ટે અમેરિકાએ જાપાનના અન્ય શહેર નાગાસાકીને નિશાન બનાવ્યું અને અહીં ફેટ મેન નામનો અણુ બોમ્બ ફેંક્યો . તેનું વજન 4.8 ટન હતુ. તેને બી-29 બોક્સ કાર બોમ્બર દ્વારા પાડવામાં આવ્યુ હતુ. બોમ્બ પડતાની સાથે જ એક મીટરની ત્રિજ્યામાં લગભગ બધું જ નાશ પામ્યું હતુ. (PC - Wikipedia)

5 / 5
વિસ્ફોટમાંથી નીકળતી ગરમી એટલી ઘાતક હતી કે તે થર્ડ ડિગ્રી બર્ન સાથે ત્વચાને બળી ગઈ હતી. એક કિલોમીટરની ત્રિજ્યામાં બધું જ વરાળની જેમ ઉડવા લાગ્યું. પછી એવું લાગ્યું કે જાણે શહેર અચાનક રાખમાં ફેરવાઈ ગયુ હતુ. (PC - Wikipedia)

Next Photo Gallery