Google સર્ચમાં નહીં દેખાય હવે તમારા Instagramના ફોટા ! કરી લો બસ આ સેટિંગ
તમારા Instagram ફોટા અને વીડિયો Google સર્ચમાં દેખાતા અટકાવી શકાય છે. જો તમારું Instagram એકાઉન્ટ public છે, તો તમારા ફોટા Google search માં દેખાઈ શકે છે. પરંતુ, Instagram ના સેટિંગ્સમાં એક સરળ ટોગલ બદલીને તમે આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.
1 / 7
Instagram એક લોકપ્રિય ફોટો અને વિડિયો શેરિંગ એપ્લિકેશન છે. શું તમે તમારા જીવનની દરેક નાની-મોટી ક્ષણને ઈન્સ્ટાગ્રામ પર શેર કરો છો? જો હા, તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારું Instagram એકાઉન્ટ Public છે, તો તમારા મોટાભાગના Instagram ફોટા અને વિડિઓઝ Google serch પર દેખાઈ શકે છે. જો તમે નથી ઇચ્છતા કે તમારા ફોટા અને વીડિયો Google સર્ચમાં દેખાય, તો તમે આ સરળ ટ્રિકથી તમારા ફોટો અને વીડિયોને ગુગલમાં દેખાતા અટકાવી શકો છો
2 / 7
ઇન્સ્ટાગ્રામે હાલમાં જ તેના યુઝર્સ માટે સેફ્ટી ફીચર રજૂ કર્યું છે. આ ફીચર દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમે તમારા ઈન્સ્ટાગ્રામ ફોટો અને વીડિયોને ગૂગલ સર્ચ એન્જિન પર બતાવવા માંગો છો કે નહીં. જો તમે નથી ઇચ્છતા કે તમારા ફોટા અને વિડિયો Google પર દેખાય, તો તમારે ફક્ત Instagram સેટિંગ્સમાં જઈને ટોગલ બંધ કરવાનું છે. અહીં તમામ વિગતો જાણો.
3 / 7
Google સર્ચમાંથી તમારા Instagram ફોટા અને વીડિયોને દૂર કરવા માટે, તમારે પહેલા તમારા સ્માર્ટફોન પર Instagram એપ્લિકેશન ખોલવી પડશે. આ પછી તમારી પ્રોફાઇલ પર જાઓ.
4 / 7
પ્રોફાઈલમાં ગયા પછી તમને અહીં ખૂણા પર દેખાતા ત્રણ લાઈન્સ દેખાશે તેના પર ક્લિક કરવું જેનીથી મેનૂ વિભાગ પર ટેપ કરવાનું રહેશે.
5 / 7
હવે આ પછી તમારી સામે ઘણા વિકલ્પો ખુલશે, તમારે તેમાંથી એકાઉન્ટ પ્રાઇવસીનો વિકલ્પ પસંદ કરવો પડશે.
6 / 7
આ પછી તમે સર્ચ એન્જિન પરિણામોમાં જાહેર ફોટા અને વિડિયોને દેખાવાની મંજૂરી આપોનું ટોગલ જોશો. તમારે આને બંધ કરવું પડશે જે બાદ ગુગલ સર્ચમાં તમારા ફોટો અને વીડિયો દેખાવાનું બંધ થઈ જશે.
7 / 7
જો તમારા ફોનમાં સર્ચ એન્જીન રિઝલ્ટમાં Allow Public Photos and Videos to Appear નો વિકલ્પ ચાલુ હોય, તો Google સર્ચમાં ફક્ત તમારા Instagram ફોટા અને વીડિયો જ દેખાશે. જો તમે આ સુવિધાને બંધ કરી દો છો, તો તમારા ફોટા અને વીડિયો કોઈપણ સર્ચ એન્જિન પર બતાવવામાં આવશે નહીં.