
બાળકોની ટ્યુશન ફી પર પણ ટેક્સમાં રાહત છે. કલમ 80C હેઠળ ટ્યુશન ફીના નામે 1.5 લાખ રૂપિયા સુધીની કપાત ઉપલબ્ધ છે. આ બે બાળકો માટે લાગુ પડે છે.

જો તમે નોકરી કરો છો તો તમે બે બાળકોના નામે દર મહિને 100-100 રૂપિયાના શિક્ષણ ભથ્થાનો લાભ લઈ શકો છો. હોસ્ટેલ ખર્ચના નામે દર મહિને 300-300 રૂપિયા મેળવી શકાય છે. તેનો લાભ કલમ 10C હેઠળ ઉપલબ્ધ છે.

જો બાળકે ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન લીધી હોય તો પણ ચુકવણી પર કર લાભો મળે છે. વ્યાજના ભાગ પર કપાતનો લાભ કલમ 80E હેઠળ શિક્ષણ લોનની ચુકવણી પર ઉપલબ્ધ છે. વાલીઓ પણ આ કપાતનો લાભ લઈ શકે છે. આમાં કપાતની કોઈ ઉપલી મર્યાદા નથી. લોનની ચુકવણી શરૂ થયાની તારીખથી આઠ વર્ષ સુધી કપાતનો લાભ લઈ શકાય છે.