Health Tips : શિયાળામાં મોર્નિંગ વોક પર જતા પહેલા આ ભૂલો ન કરો, નહીં તો ભોગવવું પડશે પરિણામ

|

Jan 12, 2025 | 1:55 PM

શિયાળામાં મોર્નિંગ વોક પર જવું એ ખુબ સારી વાત કહેવામાં આવે છે. પરંતુ મોર્નિંગ વોક પર જતી વખતે આપણે કેટલીક ભૂલ કરીએ છીએ. જે આપણા સ્વાસ્થ પર ભારે પડી શકે છે. આ નાની-નાની ભૂલ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.

1 / 7
શિયાળામાં મોર્નિંગ વોક પર જવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે. જેનાથી આપણે આખો દિવસ એક્ટિવ રહીએ છીએ. પરંતુ કેટલીક વખત આપણે એવી ભૂલ કરી નાંખીએ છીએ, જેના કારણે આપણે ફાયદાને બદલે નુકસાન ભોગવવાનો વારો આવે છે.

2 / 7
 તો ચાલો જાણીએ કે, મોર્નિંગ વોક કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો તમે પણ મોર્નિંગ વોક પર જતી વખતે આ વાતનો ધ્યાન જરુર રાખજો.

3 / 7
સવારે ઉઠીને આપણે ઠડું પાણી પીએ છીએ. આ આદત આપણી સ્વાસ્થ માટે સારી નથી, જે આપણા સ્વાસ્થ પર ખરાબ અસર કરે છે. ઠંડા પાણીથી હાર્ટ અટેક જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. મોર્નિંગ વોક પર જતાં પહેલા હૂંફાળું પાણી વધારે ફાયદાકારક છે. જ્યારે પણ આપણે સવારે મોર્નિંગ વોક પર જઈએ તો આપણે હૂંફાળું પાણી પીને જ જવું જોઈએ.

4 / 7
મોર્નિંગ વોક પહેલા ચા કે કોફીનું સેવન પર ખોટી આદત છે. શિયાળામાં ગરમ વસ્તુનું સેવન કરી ઠંડીમાં બહાર જવું સ્વાસ્થ માટે નુકસાનકારક બની શકે છે. શિયાળામાં જો તમે ઘરની અંદર રહો છો. તો ઘરનું વાતાવરણ ગરમ હોય છે. જો તમે ચા કે કોફીનું સેવન કરી બહાર જઈ રહ્યા છો તો ફાયદાને બદલી નુકસાનકારક સાબિત થશે. ગરમ ચા કે કોફી મોર્નિંગ વોક બાદ પીવી જોઈએ.

5 / 7
માથું ભીનું રાખીને વોક પર જવાથી ખાંસી અને શરદી થઈ શકે છે અને મગજની નસો પર તણાવ આવી શકે છે.શરીરનું તાપમાન બહારના તાપમાનથી અલગ હોય છે.  મોર્નિંગ વોક પરથી આવ્યા બાદ અડધા કલાક કે કલાક બાગ સ્નાન કરવું જોઈએ. વોક દરમિયાન માથાને ઢાંકીને રાખવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

6 / 7
મોર્નિંગ વોક પર જ્યારે ઘરથી બહાર નીકળો છો તો શરીરને ગરમ કપડાંથી ઢાંકી લો. સાથે શુઝ, ગ્લવ્સ અને ટોપી પહેરીને જ મોર્નિંગ વોક પર જવું જોઈએ. શક્ય હોય તો મોર્નિંગ વોક પહેલા તમે વોર્મ-અપ કે કસરત પણ કરી શકો છો. જેનાથી તમારા શરીર અને બહારનું ટેમ્પરેચર બરાબર થઈ જશે. ત્યારબાદ મોર્નિંગ પર જવું.

7 / 7
મોર્નિંગ વોક દરમિયાન પણ, યાદ રાખો કે અચાનક સ્પીડે ન ચાલો. પહેલા ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો, પછી થોડી સ્પીડ વધારો.  45મિનિટ માટે સવારે ચાલવા જાઓ અને પછી ઘરે આવો, તમારા શરીરને આરામ આપો અને પૌષ્ટિક નાસ્તો કરો. આ બાબતોને ધ્યાનમાં રાખીને, તમે મોર્નિંગ વોકને માત્ર સલામત જ નહીં પણ વધુ ફાયદાકારક પણ બનાવી શકો છો.

Next Photo Gallery