Gujarati News Photo gallery gujarat news glimpses from spectacular light and sound show at modhera sun temple pm narendra modi visit
મોઢેરા સૂર્ય મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પર ટકશે લોકોની નજર, PM મોદી કરશે ઉદ્ઘાટન
વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Naredra Modi) 9 અને 10 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ દેલવારા, મોઢેરા, બહુચરાજી, મહેસાણા અને આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પછી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
1 / 9
મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના પાટણ નામના સ્થળથી 30 કિમી દૂર મોઢેરા ગામમાં બનેલું છે. આ સૂર્ય મંદિર અનોખી સ્થાપત્ય અને કારીગરીનું અનોખું ઉદાહરણ છે. આ મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનો વાપરવામાં આવ્યો નથી.
2 / 9
આ મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા 1026 ઈ.સ.માં બે ભાગમાં બનાવવામાં આવ્યું હતું. આમાં પહેલો ભાગ ગર્ભગૃહનો છે અને બીજો ભાગ સભામંડપનો છે. ગર્ભગૃહની અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ, 8 ઈંચ છે.
3 / 9
મંદિરના હોલમાં કુલ 52 સ્તંભો છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો ઉપરાંત રામાયણ અને મહાભારતના એપિસોડ ઉત્તમ કારીગરી સાથે દર્શાવવામાં આવ્યા છે. આ સ્તંભોને નીચે જોતાં તેઓ અષ્ટકોણ છે અને ઉપર તરફ જોતાં તેઓ ગોળ દેખાય છે.
4 / 9
મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે, સૂર્યોદય સમયે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહને પ્રકાશિત કરશે. હોલની સામે એક વિશાળ કુંડ છે. જે સૂર્યકુંડ અથવા 'રામકુંડ' તરીકે પ્રખ્યાત છે.
5 / 9
ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિરમાં પ્રવાસીઓને આકર્ષવા માટે 'લાઇટ એન્ડ સાઉન્ડ શો' શરૂ કરવામાં આવશે. તેની શરૂઆત વડાપ્રધાનની મુલાકાતથી થશે. PM મોદી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે.
6 / 9
પીએમ મોદી મહેસાણામાં ડેરી પાઉડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યાર બાદ તેઓ જનસભાને સંબોધશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રવાસમાં વડાપ્રધાન રાજ્યના અનેક જિલ્લાઓમાં કાર્યક્રમો કરશે.
7 / 9
PM મોદી 9 ઓક્ટોબરે ગુજરાતમાં જાહેરસભા કરશે. આ જાહેરસભા બાદ પીએમ મોદી મોઢેરામાં સોલાર વિલેજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
8 / 9
આ બંને કાર્યક્રમો બાદ વડાપ્રધાન મોદી કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન માટે મોઢેરા જશે. પ્રશાસને વડાપ્રધાનના કાર્યક્રમ માટે 4 હેલિપેડ બનાવ્યા છે. સાથે જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
9 / 9
વડાપ્રધાન દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ બહુચરાજી જવા રવાના થશે અને બહુચરાજી મંદિર પહોંચીને 200 કરોડના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
Published On - 1:48 pm, Sat, 8 October 22