Gujarat Election 2022: આફ્રિકન લોકોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કર્યુ મતદાન, પારંપરિક વેશમાં જોવા મળ્યા અનોખા મતદાતા

|

Dec 01, 2022 | 5:25 PM

ગુજરાતમાં આજે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ચૂંટણી પંચ દ્વારા આફ્રિકન લોકો માટે પણ મતદાન મથકની વ્યવસ્થા કરી હતી. જેમાં તેઓ પારંપરિક વેશમાં મતદાન કરતા જોવા મળ્યા હતા.

1 / 5
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે યુનિક મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગીર સોમનાથના માધુપુર જાંબુરમાં સિદ્દી સમાજના લોકો માટે મતદાન મથકો પણ યુનિક મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા.

2 / 5
માધુપુર જાંબુરમાં સિદ્દી સમાજના લોકો મોટા પ્રમાણમાં વસે છે. સિદ્દી સમાજ પૂર્વ આફ્રિકન લોકોના વંશજ છે.

3 / 5
તેઓ 14મી અને 17મી સદી દરમિયાન ભારતમાં આવ્યા હતા અને હવે તેઓ અહીં જ રહે છે. . માધુપુર જાંબુરમાં કુલ 3,481 મતદાતાઓ છે જેમાંથી 90 ટકા મતદાતા સિદ્દી સમાજના છે.

4 / 5
તેઓ આજે અનોખા અંદાજમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા હતા. માધુપુર જાંબુરમાં તેમના માટે 3 યુનિક મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા.

5 / 5
ચૂંટણી પંચ દ્વારા તેમની પ્રેસ કોન્ફ્રનસમાં આ યુનિક મતદાન મથક અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.

Published On - 5:22 pm, Thu, 1 December 22

Next Photo Gallery