Plant In Pot : પ્રોટીનથી ભરપુર ચણાને ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં કઠોળ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી કઠોળનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.
1 / 5
ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચણા પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. તો આજે પણ ઘરે કેવી રીતે ચણાનો છોડ ઉગાડી શકાય તે જાણીશું.
2 / 5
ઘરે ચણા ઉગાડવા માટે સૌથી પહેલા ચણાને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.
3 / 5
હવે કૂંડામાં છુટા છવાયા ચણા મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો. આ છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડ ઝડપથી વિકાસ થાય છે.
4 / 5
છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.
5 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Gardening in pot