તમને વાયરલ ઈન્ફેકશન વારંવાર થાય છે, તો આ રીતે કરો વરિયાળી અને દૂધનું સેવન
આપણે બધાને ખબર છે કે દૂધ એક સમતોલ આહાર છે. પરંતુ આજકાલ મોટા ભાગના લોકો લેક્ટોઝ ફ્રી ડાયટ કરવાના નામે દૂધ પીવાનું ટાળે છે. દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન જોવા મળે છે.પરંતુ જો આપણે દૂધમાં વરિયાળીના દાણા ભેળવીને પીવામાં આવે તો તેનાથી અનેક ફાયદાઓ થાય છે.
1 / 5
વરિયાળીમાં ઘણા પાચન તત્વો જોવા મળે છે.તે ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. જો વરિયાળીને દૂધમાં મિક્સ કરીને સેવન કરવામાં આવે તો પેટ સંબંધિત અનેક સમસ્યાઓ જેવી કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે દૂર થાય છે.
2 / 5
શરીરની રોગપ્રતિકારક શક્તિનું સ્તર યોગ્ય રાખવું ખૂબ જ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ આપણને વાયરસના રોગોથી બચાવે છે.વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો મોટી માત્રામાં જોવા મળે છે. વરિયાળીને દૂધમાં મિક્સ કરીને નિયમિતપણે પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે.
3 / 5
આજના સમયમાં મોટાભાગના લોકો તેમના વજનને લઈને ચિંતિત છે. ચરબીના કારણે ઘણા લોકો દૂધ પીવાનું બંધ કરી દે છે. પરંતુ જો વરિયાળીને દૂધમાં ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો વજન નિયંત્રણમાં રહે છે.
4 / 5
ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે કુદરતી અને ઘરેલું ઉપાય તરીકે વરિયાળીને દૂધમાં નાખીને પી શકો છો. તેનું નિયમિત સેવન કરવાથી તમને જલ્દી જ તેની અસર દેખાવા લાગશે. ધ્યાન રાખો કે જો તમને વરિયાળીથી એલર્જી હોય તો તેનું સેવન ટાળો, નહીંતર તેની આડ અસર થઈ શકે છે.
5 / 5
વરિયાળીને દૂધમાં ભેળવીને પીવાથી તમારું હૃદય હંમેશા સ્વસ્થ રહેશે. આના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ બરાબર રહે છે અને એનિમિયા થતો નથી. વરિયાળીમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જે તમારા હૃદયને સારું રાખે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)
Published On - 8:34 am, Tue, 2 January 24