શિયાળાની ઋતુમાં પણ તમારા ગુલાબના છોડને તરોતાજા રાખવા માટે ફોલો કરો આ 6 ટિપ્સ- Photos

|

Jan 05, 2025 | 6:29 PM

શિયાળાની કડકડતી ઠંડીમાં અનેક છોડ મુરજાઈ જાય છે. અનેક છોડ એવા છે જેને માનવ શરીરની જેમ ઘરનું નોર્મલ વાતાવરણ જ માફક આવે છે ત્યારે આજે આપને જણાવશુ કે ઠંડીની સીઝનમાં પણ તમે તમારા ગુલાબના છોડને કેવી રીતે તરોતાજા રાખી શકશો. તેના માટે અહીં દર્શાવેલી 6 ટિપ્સ ફોલો કરવાની રહેશે.

1 / 6
શિયાળાની ઋતુમાં વધુ પડતી ઠંડી અને હિમપ્રપાત ગુલાબના છોડને પ્રતિકૂળ અસર કરે છે. આ પરિસ્થિતિમાં તમે આ 6 ટિપ્સ અપનાવીને ગુલાબ નુકસાનીથી બચાવી શકો છો.

2 / 6
ગુલાબના છોડની નિયમિત કાપણી અને ટ્રીમીંગ કરવુ જોઈએ.  છોડની સૂકી અને ખરાબ ડાળીઓને કાપી નાખો જેથી છોડ સારી રીતે વૃદ્ધિ પામી શકે.

3 / 6
શિયાળામાં, ગુલાબના છોડને સંતુલિત માત્રામાં ગાયના છાણનું ખાતર , વર્મી કમ્પોસ્ટ અને પોટાશ અને ફોસ્ફરસ નો સંતુલિત માત્રામાં ઉપયોગ કરો, જે છોડને ઠંડીથી બચાવશે.

4 / 6
ઠંડીની ઋતુમાં ગુલાબના છોડને વધુ માત્રામાં પાણી આપવાનું ટાળો કારણ કે આ સિઝનમાં જમીનમાં વધુ સમય સુધી ભેજ રહે છે. શિયાળામાં હિમથી બચાવવા માટે છોડને ઘાસ, સ્ટ્રો અથવા પ્લાસ્ટિકની ચાદરથી ઢાંકી દો.

5 / 6
માટી ખોદી કાઢો જેથી હવાની અવરજવર રહે. ઉપરાંત, છોડની આસપાસ મલ્ચિંગ કરો, જેથી ભેજ જળવાઈ રહે અને તેના મૂળ ઠંડીથી સુરક્ષિત રહે.

6 / 6
કાર્બનિક ફૂગનાશક અથવા લીમડાના તેલનો છંટકાવ કરવાની પણ સલાહ આપવામાં આવે છે જેથી ગુલાબના છોડ પર પાવડરી માઇલ્ડ્યુ અને કાળા ડાઘ ન પડે.

Next Photo Gallery