જમીન પર બેસીને જમવાથી થાય છે અગણિત ફાયદા
વર્તમાન સમયમાં મોટભાગના લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને જમતા હોય છે. તેમજ ખુરશી ઉપર બેસીને જમવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તમે નીચે બેસીને જમવાના ફાયદા જાણશો તો તમે પણ આજથી જ જમીન પર બેસીને ભોજન લેવાનું શરૂ કરી દેશો.
1 / 5
જમીન પર બેસીને જમવાથી શરીર મજબૂત બનાવવામાં મદદ કરે છે. જમીન પર પદ્માસનમાં બેસવાથી પીઠ,પેલ્વિસ અને પેટની આસપાસના સ્નાયુઓ ખેંચાય છે. જેના પગલે પીઠના દુખાવામાં રાહત મળે છે. તેમજ કરોડરજ્જુને લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
2 / 5
પદ્માસનમાં બેસીને જમવાથી પાચન રસ વધુ સારી રીતે કામ કરે છે. જેના પગલે ખોરાકનું પાચન સારી રીતે થઈ શકે છે. જમીન પર બેસીને જમવાથી કમર, હિપ્સ અને ઘૂંટણની કસરત પણ થાય છે.
3 / 5
જમીન પર બેસીને જમવાથી વજન પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે. સુખાસનમાં બેસીને જમવાથી માણસના વ્યક્તિત્વમાં પણ નિખાર લાવે છે.
4 / 5
સુખાસનમાં બેસીને ખાવાનું ખાવાથી શરીરનું પોશ્ચર પણ સારુ થાય છે. તેમજ શરીરમાં લોહીનું પરિભ્રમણ સારુ કરે છે.જેથી હૃદય સ્વસ્થ રહે છે.
5 / 5
સુખાસન અને પદ્માસનમાં બંને આસનમાં બેસીને જમવાથી એકાગ્રતામાં વધારો થાય છે. તેમજ માનસિક તણાવ દૂર કરે છે.