Cyclone Biparjoy લેન્ડફોલ ! આગામી 48 કલાક ગુજરાત-મહારાષ્ટ્ર માટે મહત્વના, જુઓ photos
cyclone biparjoy આગામી 48 કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે પોતાનો પ્રભાવ બતાવશે. આ બધા વચ્ચે ઝડપી પવન અને વરસાદને કારણે અનેક જગ્યાઓથી ડરામણી તસ્વીરો પણ સામે આવી છે.
1 / 5
છેલ્લા કેટલાક દિવસોથી બિપરજોય વાવાઝોડાને કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આવનારા 48 કલાકમાં બિપરજોય વાવાઝોડું પોતાના વિકરાળ રુપમાં જોવા મળશે.
2 / 5
ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં અને ખાસ કરીને કચ્છ જિલ્લાના તટીય વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યા છે.
3 / 5
મહારાષ્ટ્રના મુંબઈમાં વાવાઝોડાને કારણે દરિયામાં હાઈ ટાઈડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
4 / 5
આ વાવાઝોડાને કારણે પાકિસ્તાનમાં પણ ભારે નુકશાનની શક્યતાઓ છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
5 / 5
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને માછીમારોને 14 જૂન સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં લેન્ડફોલ થવાની શક્યતાઓ છે.