અંડર-19 એશિયા કપ 2023: ભારતે પાકિસ્તાનને આપ્યો 260 રનનો ટાર્ગેટ, સચિનની અડધી સદી

|

Dec 10, 2023 | 3:35 PM

ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ પોતાની પ્રથમ મેચ જીતી છે. ભારતે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને અને પાકિસ્તાને નેપાળને હરાવ્યું હતું. અંડર-19 એશિયા કપની બીજી મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે.ભારતે પાકિસ્તાનને 260 રનનો ટાર્ગેટ આપ્યો છે.

1 / 5
 આજે અંડર-19 એશિયા કપ 2023ના ગ્રુપ Aમાં સૌથી મોટા હરીફો એકબીજા સામે ટકરાશે. અંડર 19 ભારતીય ક્રિકેટ ટીમ અને અંડર 19 પાકિસ્તાન ક્રિકેટ ટીમની આજે રમી રહી છે.ભારત અને પાકિસ્તાન બંનેએ પોતાની પ્રથમ મેચ જીતી છે. આવી સ્થિતિમાં આજે જે પણ મેચ જીતશે તે તેના ગ્રુપમાં ટોપ પર આવશે. જોકે, સારા નેટ રન રેટના કારણે પાકિસ્તાન હાલમાં ટોપ પર છે. બંને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.

2 / 5
ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન ઉદય સહારને પાકિસ્તાન સામે લડાયક ઇનિંગ રમતા જોરદાર અડધી સદી ફટકારી છે. આ સાથે જ ભારતનો સ્કોર પણ 200 રનને પાર કરી ગયો હતો.પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

3 / 5
 અંડર-19 એશિયા કપની બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નવ વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા.ભારતે પાકિસ્તાનને 260 રનનો ટાર્ગેટ આપ્યો છે.બીલીમોરાના રાજ લીંબાણી  અને નડિયાદનો રુદ્ર મયુર પટેલ પ્લેઈંગ 11નો ભાગ છે.  રાજ લિંબાણી 9 બોલમાં 7 રન અને રુદ્ર પટેલનું આજે પણ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતુ. રુદ્ર 11 બોલમાં 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

4 / 5
દુબઈમાં ICC એકેડમીમાં પ્રથમ બેટિંગ કરતા ભારતનો સ્કોર 43 ઓવર પછી 207/6 છે. અભિષેક અને સચિન ક્રિઝ પર છે. અર્શિન કુલકર્ણી 24 રન બનાવીને આઉટ થયો છે અને રૂદ્ર પટેલ એક રન બનાવીને આઉટ થયો હતો. આદર્શ સિંહ અને ઉદય સહારન અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યા હતા.

5 / 5
ભારતની પ્લેઈંગ ઈલેવન ખેલાડીઓ જોઈએ તો આદર્શ સિંહ, અરશિન કુલકર્ણી, રુદ્ર પટેલ, સચિન દાસ, મુશિર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ, મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી.

Published On - 3:31 pm, Sun, 10 December 23

Next Photo Gallery