વર્લ્ડ કપ વિજેતા ખેલાડી પર લાગ્યો 6 વર્ષનો પ્રતિબંધ, આ ગુના માટે મળી સજા
વેસ્ટ ઈન્ડિઝને T20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરનાર ખેલાડી પર હવે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 6 વર્ષ માટે છે અને આ સમયગાળા દરમિયાન કેરેબિયન ખેલાડી કોઈપણ પ્રકારનું ક્રિકેટ નહીં રમી શકે.તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પગ ટેબલ પર રાખ્યા હતા.
1 / 7
વર્લ્ડકપ 2023 તો ઓસ્ટ્રેલિયાની જીત સાથે પૂર્ણ થયો છે પરંતુ જે ખેલાડીએ વેસ્ટઈન્ડિઝને 2016માં ચેમ્પિયન બનાવી છે તેના પર પ્રતિબંધ લાગ્યો છે આજે અમે વાત કરી રહ્યા છીએ માર્લન સૈમુએલ્સની
2 / 7
જે વર્ષ 2016માં ભારતમાં રમેયેલા ટી 20 વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝની જીતનો હિરો હતો. સૈમુએલ્સ પર હવે પ્રતિબંધ લાગી ચૂક્યો છે. આ પ્રતિબંધ ECB એટલે કે અમીરાત ક્રિકેટ બોર્ડે લગાવ્યો છે. સેમ્યુઅલ્સ પર 6 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
3 / 7
હવે સવાલ એ છે કે, માર્લન સૈમુએલ્સે કેવો ગુનો કર્યો છે. જેની આવી સજા મળી છે. તો તમને જણાવી દઈએ કે, સૈમ્યુઅલ્સએ એવો ગુનો કર્યો છે. જેમણે ક્રિકેટનો નિયમ તોડ્યો છે. ક્રિકેટમાં કરપ્શનના આરોપને લઈ વેસ્ટઈન્ડિઝના માર્લન સૈમુએલ્સ પર જે વર્ષ 2016માં ભારતમાં રમેયેલા ટી 20 વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝની જીતનો હિરો હતો. સૈમુએલ્સ પર ECBની એન્ટી કરપ્શન યૂનિટે પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ બાદ માર્નલ સૈમુએલ્સ હવે 6 વર્ષ સુધી ક્રિકેટના કોઈ પણ ફોર્મમાં ભાગ લેશે નહિ.
4 / 7
માર્લોન સેમ્યુઅલ્સને સપ્ટેમ્બર 2021માં ICC દ્વારા તેના પર લગાવવામાં આવેલા આરોપોમાં આ વર્ષે ઓગસ્ટમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. દોષિત ઠર્યા બાદ માત્ર સજા બાકી છે, જેની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. સેમ્યુઅલ્સને ચાર ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જે આચાર સંહિતાના નિયમો 2.4.2, 2.4.3, 2.4.6 અને 2.4.7ના ઉલ્લંઘન સાથે સંબંધિત છે.
5 / 7
આચારસંહિતાના આ 4 નિયમોમાંથી, 3 નિયમો ભ્રષ્ટાચાર વિરોધીના અધિકારીને કોઈપણ ભેટ, ચુકવણી, આતિથ્ય અથવા અન્ય લાભોની રસીદ જાહેર કરવામાં નિષ્ફળતા સાથે સંબંધિત છે. આ સિવાય આ નિયમો તપાસમાં સહકાર ન આપવા અને તેમાં અડચણ ઉભી કરવા સાથે સંબંધિત છે.
6 / 7
તમને જણાવી દઈએ કે, માર્લન સેમ્યુએલ્સ 2016માં ભારતમાં રમાયેલા ટી 20 વર્લ્ડકપની જીતનારી વેસ્ટઈન્ડિઝ ટીમનો ભાગ હતો. આ દરમિયાન પણ જીતના નશામાં ડુબી તેમણે પ્રેસ કોન્ફરન્સમાં એવી હરકતો કરી હતી કે પછી વિવાદ ઉભો થયો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પગ ટેબલ પર રાખ્યા હતા. ભારતમાં ભારતને હાર આપ્યા બાદ તેનો આ વ્યવ્હાર ખોટો હતો.
7 / 7
માર્લોન સેમ્યુઅલ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 71 ટેસ્ટ, 207 ODI અને 67 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. નવેમ્બર 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર સેમ્યુઅલ્સે 11,134 રન બનાવવા ઉપરાંત 152 વિકેટ ઝડપી હતી.
Published On - 7:18 am, Fri, 24 November 23