SA20 2025 : કરોડોની ઈનામી રકમ માટે 6 ટીમો વચ્ચે થશે ટક્કર, જાણો ભારતમાં ક્યાં જોઈ શકશો LIVE મેચ
દક્ષિણ આફ્રિકાની T20 લીગ SA20ની આગામી સિઝન શરૂ થવામાં થોડા કલાકો બાકી છે. SA20ની ત્રીજી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનારી આ લીગમાં વિવિધ દેશોના ખેલાડીઓ રમતા જોવા મળશે. કરોડોની ઈનામી રકમ માટે કુલ 6 ટીમો એકબીજા સામે ટકરાશે. તો ચાલો જાણીએ તેની ઈનામી રકમ અને તમામ ટીમો વિશે. અમે તમને એ પણ જણાવીશું કે ભારતમાં દર્શકો ઘરે બેઠા ક્યાં અને કેવી રીતે આ T20 લીગનો આનંદ માણી શકશે.