ભારતીય બોલર દીપક ચહરના રીસેપ્શનમાં થયું CSKનું રીયૂનિયન, CSKના આ સ્ટાર ખેલાડીઓ દેખાયા સાથે
ભારતીય ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે (Deepak Chahar) હાલમાં જ આગરાની એક ફાઈવ સ્ટાર હોટેલમાં ધૂમધામથી લગ્ન કર્યા છે.પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે તે સાત જન્મના બંધનમાં બંધાયો છે.તેમના લગ્ન અને રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
1 / 5
ભારતીય ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે હાલમાં જ આગરાની એક ફાઈવ સ્ટાર હોટેલમાં ધૂમધામથી લગ્ન કર્યા છે.પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે તે સાત જન્મના બંધનમાં બંધાયો છે.તેમના લગ્નમાં તેમના પરિવારના સભ્યો દેખાયા અને તેમના લગ્નના રિસેપ્શનમાં તેના ક્રિકેટ ટીમના સાથી ખેલાડી સામેલ થયા હતા.
2 / 5
તેમના લગ્ન અને રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.દીપક ચહર અને જયાનું રિસેપ્શન દિલ્હીમાં થયું હતું જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK)ઘણા સ્ટાર ખેલાડીઓ જોવા મળ્યા હતા.આ સમારોહ એક રીતે ચેન્નાઈ સુપર કિંગ્સનું પુનઃમિલન એટલે કે રીયૂનિયન હતું.
3 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આ નવા કપલ સાથેની રિસેપ્શનની તસવીરો શેર કરી છે.જયા ગોલ્ડન કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી જ્યારે દીપક બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો.તસવીરમાં રૈનાની પત્ની પ્રિયંકા રૈના પણ જોવા મળી હતી.
4 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સના દમદાર ખેલાડી રોબિન ઉથપ્પા અને પીયૂષ ચાવલા તેમના પરિવાર સાથે રિસેપ્શનમાં સામેલ થયા હતા.એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પણ રિસેપ્શનમાં હાજરી આપશે પરંતુ એવું થયું નહીં.રિસેપ્શનમાં તમામ ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.
5 / 5
મહિલા ક્રિકેટર પૂનમ યાદવે પણ દીપક ચહરના લગ્નમાં હાજરી આપી હતી. પૂનમ યાદવ આગ્રાની રહેવાસી છે. જોકે, તેમના સિવાય અન્ય કોઈ ક્રિકેટર લગ્નમાં જોવા મળ્યો ન હતો.
Published On - 3:54 pm, Sat, 4 June 22