લો બોલો… હવે કેપ્ટનનું સ્થાન પણ ટીમમાં નક્કી નથી, તો અન્ય ખેલાડીઓનું તો શું કહેવું?
શ્રીલંકાની અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જેને લઈ શ્રીલંકાએ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં એક મોટો અને ચોંકાવનારો ફેરફાર ટીમમાં કરવામાં આવ્યો છે. શ્રીલંકાએ એશિયા કપ વિજેતા કેપ્ટનને જ ટીમમાંથી બહાર કરી દીધો છે.
1 / 5
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની વનડે શ્રેણી માટે ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, શ્રીલંકાએ આ શ્રેણીમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે પોતાના પૂર્વ કેપ્ટન દાસુન શનાકાને ટીમમાંથી બહાર કરી દીધો છે.
2 / 5
શ્રીલંકાએ ગુરુવારે અફઘાનિસ્તાન સામેની 3 મેચની ODI શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. દાસુન શનાકાને આમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય બે અન્ય ખેલાડીઓને પણ બાકાત રાખવામાં આવ્યા છે. જેમાં નુવાંડી ફર્નાન્ડો અને જ્યોફ્રી વેન્ડરસેને પણ બાકાત રાખવામાં આવ્યા છે.
3 / 5
વનડે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા નવમા સ્થાને રહી હતી, ત્યારબાદ જ દાસુન શનાકાએ કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારથી કુસલ મેન્ડિસ શ્રીલંકન ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શનાકાને ઝિમ્બાબ્વે શ્રેણીમાં તક મળી હતી પરંતુ હવે તેને અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
4 / 5
દાસુન શનાકા એવો કેપ્ટન હતો જેના નેતૃત્વમાં શ્રીલંકાએ એશિયા કપ જીત્યો હતો. પરંતુ વર્ષ 2023ની શરૂઆતથી તેનું ફોર્મ સારું ચાલી રહ્યું ન હતું અને તેની કેપ્ટન્સી પણ સારી રહી ન હતી.
5 / 5
32 વર્ષીય શનાકાએ 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં 26 મેચ રમી છે, જે દરમિયાન તેણે માત્ર 353 રન જ બનાવ્યા છે અને આ સમયગાળા દરમિયાન તેની એવરેજ માત્ર 17 રહી છે.