IND vs IRE: દીપક હુડા અને સંજૂ સેમસને મળીને મચાવી ધમાલ, બંને મિત્રોએ બનાવી દીધો મોટો રેકોર્ડ

|

Jun 29, 2022 | 8:06 AM

ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચેની બીજી T20 મેચમાં દીપક હુડા (Deepak Hooda) અને સંજુ સેમસને સાથે મળીને માત્ર 87 બોલમાં 176 રનની ભાગીદારી કરીને ઈતિહાસ રચ્યો હતો. બંનેએ T20I માં ભારતના 16 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો.

1 / 5
ભારતીય ક્રિકેટમાં ધીમે ધીમે નવા ચહેરાઓનો પ્રવેશ થઈ રહ્યો છે. ઘણા ખેલાડીઓને સૌથી ટૂંકા ફોર્મેટ દ્વારા રાષ્ટ્રીય ટીમમાં પહોંચવાની તક મળી રહી છે. તેમાંના કેટલાક એવા પણ છે જે જુનિયર લેવલથી લઈને સિનિયર લેવલ સુધી લાંબા સમય સુધી સાથે રમ્યા છે. આવા બે મિત્રોએ તેમની ટૂંકી કારકિર્દીમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે નવો રેકોર્ડ બનાવ્યો છે.

2 / 5
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં દીપક હુડા અને સંજુ સેમસને સાથે મળીને માત્ર 87 બોલમાં 176 રનની ભાગીદારી કરીને ઈતિહાસ રચ્યો હતો. બંનેએ T20I માં ભારતના 16 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. મેચ પછી, હુડ્ડાએ ખુલાસો કર્યો કે તે અને સંજુ બાળપણના મિત્રો છે અને તેમના અંડર-19 દિવસથી એકસાથે ઘણું ક્રિકેટ રમ્યું છે.

3 / 5
બાળપણના આ મિત્રોએ તોડ્યો ભારતના બે દિગ્ગજનો રેકોર્ડ. હુડ્ડા-સેમસનના આ નવા રેકોર્ડ પહેલા આ રેકોર્ડ રોહિત શર્મા અને કેએલ રાહુલની દિગ્ગજ જોડીના નામે હતો. બંનેએ 2017માં ઇન્દોરમાં શ્રીલંકા સામે 165 રન જોડ્યા હતા.

4 / 5
આ ભાગીદારીમાં બંનેએ સાથે મળીને ખૂબ રન બનાવ્યા હતા. હુડ્ડાએ તેની પાંચમી T20માં શાનદાર સદી ફટકારી હતી. આ જ વર્ષે ડેબ્યૂ કરનાર હુડ્ડાએ માત્ર 57 બોલમાં 104 રન બનાવ્યા હતા. તે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈના પછી T20 સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો.

5 / 5
બીજી તરફ સાત વર્ષ પહેલા ભારતીય ટીમમાં ડેબ્યૂ કરનાર સેમસને 14 મેચમાં પ્રથમ વખત અડધી સદીનો આંકડો પાર કર્યો હતો. ઓપનિંગમાં આવેલા સંજુએ માત્ર 42 બોલમાં 77 રન બનાવ્યા હતા.

Next Photo Gallery