
ક્રિકેટમાં સામાન્ય રીતે 4 પ્રકારની પિચ હોય છે. ફ્લેટ, હાર્ડ, રેન્ક ટર્નર અને ગ્રીન ટોપ પિચનો ક્રિકેટ મેચ દરમિયાન ઉપયોગ થાય છે.

ફ્લેટ અને હાર્ડ પિચ બેટ્સમેન અને બોલર્સ બંને માટે ઉપયોગી સાબિત થાય છે. આવી પિચનો ફાયદો બેટ્સમેન અને બોલર્સ બંને ઉઠાવી શકે છે.

રેન્ક ટર્નર પિચ પર સ્પિનર્સનો જાદુ ચાલે છે. જ્યારે ગ્રીન ટોપ પર પેસ બોલર્સ હાવી થાય છે.

પિચ બનાવવાની જવાબદાકી ક્યૂરેટર પર હોય છે. તેના આદેશ પ્રમાણે પિચ બને છે. પિચ માટે 3 ફુટનો ખાડ્ડો ખોદવામાં આવે છે. જેમાં પત્થર અને કોલસા નાખવામાં આવે છે. રોલરની મદદથી કાળી, લાલ અને મોરંગ માટીની પિચ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 90 ટકા રેતી અને 10 ટકા માટ્ટીના મિશ્રણથી પ્લેટિંગ તૈયાર થાય છે.

કાળી અને લાલ માટ્ટીથી લેયર તૈયાર કરવામાં આવે છે. 2 ઈંચની જગ્યા પર ઘાસ ઉગે છે. ત્યાથી જ નક્કી થાય છે કે પિચ ક્યા પ્રકારની બનવાની છે. એટલે કે આ પિચ બોલર્સને ફાયદો આપશે કે બેટ્સમેનોને.