ગુજરાત પાસે સતત બે સિઝનમાં ચેમ્પિયન બની, મુંબઈ-ચેન્નાઈની ખાસ ક્લબમાં સામેલ થવાની સુવર્ણ તક

|

May 28, 2023 | 4:58 PM

ગુજરાત ટાઈટન્સે IPLમાં સતત બીજી વાર ફાઈનલમાં પહોંચી રેકોર્ડ બનાવ્યો છે, સાથે જ ગુજરાત પાસે મુંબઈ અને ચેન્નાઈની જેમ ખાસ ક્લબમાં સામેલ થવાની સુવર્ણ તક પણ છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સામે ગુજરાતને ઈતિહાસ રચવાની તક છે.

1 / 5
ગુજરાત ટાઈટન્સની ટીમે IPL 2023માં ફાઈનલમાં પહોંચી સતત બીજી સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે ચેન્નાઈ સામે ફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરતાની સાથે જ ગુજરાતની ટીમ IPLમાં નવો કીર્તિમાન પણ રચી શકે છે. જો ગુજરાત ચેન્નાઈને હરાવી ચેમ્પિયન બનશે તો સતત બે સિઝન જીતનાર ત્રીજી ટીમ બની જશે.

2 / 5
હાર્દિક પંડયાની આગેવાનીમાં ગુજરાતની ટીમે સતત બીજી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલ ગુજરાતની ટીમે ક્વોલિફાય-2માં મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં ગુજરાતનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.

3 / 5
ગત સિઝનમાં ગુજરાતની ટીમે ફાઈનલમાં રાજસ્થાનને હરાવી સૌપ્રથમ સિઝનમાં જ IPL ટ્રોફી જીતી લીધી હતી. ટીમને ચેમ્પિયન બનાવવામાં કેપ્ટન હાર્દિક પંડયા અને કોચ આશિષ નહેરા સહિત યુવા સ્ટાર ખેલાડીઓનો મોટો હાથ રહ્યો હતો. શુભમન ગિલ, મહોમ્મદ શમી, રાશીદ ખાન અને ડેવિડ મિલરે આખી સિઝનમાં દમદાર પ્રદર્શન કરી ટીમને જીત આપવી હતી અને આ વર્ષે પણ આ તમામ સ્ટાર દમદાર ફોર્મમાં છે અને ફરી એકવાર ટીમને ચેમ્પિયન બનાવવા તત્પર છે.

4 / 5
IPL ઈતિહાસમાં માત્ર બે ટીમો જ સતત બે સિઝનમાં ચેમ્પિયન બનવામાં સફળ રહ્યા છે. આ બંને ટીમો છે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ. ચેન્નાઈ વર્ષ 2010 અને 2011માં સતત બે વાર IPL ચેમ્પિયન બન્યું હતું જ્યારે મુંબઈએ વર્ષ 2019 અને 2020માં સતત બે વાર IPL ટ્રોફી પર કબજો કર્યો હતો. હવે ગુજરાત પાસે આ ક્લબમાં સામેલ થવાની તક છે.

5 / 5
 IPLની 16મી સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ ગુજરાત ટાયટન્સની ટીમે શાનદાર પ્રદર્શન કરી ફાઈનલમાં જગ્યા બનાવી છે. હાર્દિકની આગેવાનીમાં ગુજરાતની ટીમ સતત બીજી સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. IPLના ઈતિહાસમાં આ કમાલ કરનાર ગુજરાત માત્ર ત્રીજી ટીમ છે. આ પહેલા ચેન્નાઈ અને મુંબઈ સતત બે ફાઈનલ રમ્યું છે અને જીત્યું પણ છે.

Next Photo Gallery