Cricketers Retirement : ચાર દિગ્ગજ ખેલાડીઓએ 25 દિવસમાં સંન્યાસ લીધો, ટીમો સાથે વર્લ્ડ કપ જીત્યો છે

|

Jul 20, 2022 | 5:07 PM

આ ચારેય ખેલાડીઓ પોતપોતાની ટીમનો મહત્વનો હિસ્સો રહ્યા છે અને પોતપોતાની ટીમો સાથે વર્લ્ડ કપ જીત્યા છે. આ તમામે વર્લ્ડ કપમાં ટીમની જીતમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

1 / 5
છેલ્લા 25 દિવસમાં વિવિધ દેશોના ચાર ટોચના ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જો કે, તેમાંથી એક માત્ર એક ફોર્મેટમાંથી નિવૃત્ત થયો છે, પરંતુ તે ખૂબ જ આઘાતજનક છે. કારણ કે આ ચારેય ખેલાડીઓ પોતપોતાની ટીમનો મહત્વનો હિસ્સો રહ્યા છે અને પોતપોતાની ટીમો સાથે વર્લ્ડ કપ જીત્યા છે. આ તમામે ટીમને વર્લ્ડ કપ જીતાડવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આવો જાણીએ કોણ છે તે ચાર ખેલાડીઓ

2 / 5
વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના સ્ટાર બેટ્સમેન લેન્ડલ સિમોન્સ (Lendl Simmons)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) ના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ફ્રેન્ચાઇઝી ટ્રિનબેગો નાઇટ રાઇડર્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી લેન્ડસ સિમોન્સની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. સિમોન્સે 2016 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં તેની કારકિર્દીની સૌથી યાદગાર ઇનિંગ રમી હતી.તેણે 51 બોલમાં 82 રન બનાવ્યા અને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધી.

3 / 5
વિકેટ કીપર બેટ્સમેન દિનેશ રામદીને સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે લાંબા સમયથી વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ નહોતો. દિનેશ રામદીને વેસ્ટ ઈન્ડિઝ માટે 74 ટેસ્ટમાં 2898 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 139 વનડેમાં 2200 રન અને 71 ટી20માં 636 રન બનાવ્યા છે. રામદીન ટી20 લીગમાં કંઈ ખાસ કરી શક્યો નથી.રામદિન 2012 T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ટીમનો પણ ભાગ હતો. રામદીને ફાઇનલમાં શ્રીલંકા સામે અણનમ ચાર રન બનાવ્યા હતા.

4 / 5
સોમવાર 18 જુલાઈ ઈંગ્લેન્ડ ક્રિકેટ (England Cricket) માટે કોઈ આંચકાથી ઓછો ન હતો. ત્રણ વર્ષ પહેલા ઈંગ્લેન્ડને ODI ક્રિકેટમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) એ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બેન સ્ટોક્સે કહ્યું છે કે, તે ટેસ્ટ અને ટી-20માં પોતાની કારકિર્દીને લંબાવવા માંગે છે.બેન સ્ટોક્સ  2019મા ઈંગ્લેન્ડની ટીમ સાથે વનડે વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે,

5 / 5
ઈંગ્લેન્ડને 2019માં વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન ઇયોન મોર્ગને 28 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે, તે ખરાબ ફોર્મમાં અને ફિટનેસ સાથે ઝઝુમી રહ્યો હતો. 2019 વન ડે વર્લ્ડ કપ પછી તે સારા ફોર્મ માટે મહેનત કરી રહ્યો હતો. 35 વર્ષીય મૉર્ગને પોતાની છેલ્લી મેચમાં તેણે 26 ઇનિંગ્સમાં માત્ર એક જ અડધી સદી ફટકારી હતી.મોર્ગને 225 વનડેમાં 39.75ની એવરેજથી 6957 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 93.89 છે. તે જ સમયે, 115 T20 મેચોમાં 28.58ની સરેરાશથી 2458 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 136.17 છે. 35 વર્ષીય મોર્ગને 2012માં T20 અને 2014માં ODIની કેપ્ટનશીપ સંભાળી હતી.

Next Photo Gallery