રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહ, ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરામાં ગ્રામજનો દ્વારા મંદિરોની કરાઈ સફાઈ, જુઓ ફોટા

|

Jan 21, 2024 | 9:33 AM

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે દેશભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. જેના પગલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિરો સફાઈ કરવા માટેનો આગ્રહ કર્યો હતો. જેના પગલે ઠેર-ઠેર સ્થાનિકો દ્વારા મંદિરોની સ્વચ્છતા કરવામાં આવી રહી છે.

1 / 5
ગુજરાતના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મંદિરોની સફાઈ કરવામાં આવી છે. જેમાં ગ્રામીણજનોએ એકઠા થઈને મંદિરની સફાઈ કરી હતી.

2 / 5
ગામમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર, ગાયત્રી મંદિર સહિત અન્ય મંદિરોની સાથે યજ્ઞ શાળાની પણ સફાઈ કરવામાં આવી હતી.

3 / 5
લક્ષ્મીપુરા ગામની મહિલાઓ અને પુરુષોએ સાથે મળી મંદિર સ્વચ્છતા કર્યા બાદ સ્થાનિકો દ્વારા રામધૂન કરવામાં આવી હતી.

4 / 5
ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 14 જાન્યુઆરીના રોજ સફાઈ અભિયાન ધોળેશ્વર મહાદેવ ખાતેથી શરુ કરાવ્યુ હતું.

5 / 5
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકના કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.ત્યારે મંદિર પરિસરમાં સફાઈ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો.

Next Photo Gallery