Tap Cleaning Tips : ઘરના નળ પર જામેલા ક્ષાર અને પાણીના સફેદ ડાઘ કેવી રીતે દૂર કરવા? જાણી લો સરળ ટ્રીક
લોકો ઘરની વસ્તુ ચોખી રહે તેના માટે અનેક પ્રયત્નો કરતાં હોય છે. ત્યારે બાથરૂમમાં નળ પર સફેદ ડાઘ દેખાવા સામાન્ય વાત છે, જો કે, ગભરાવાની જરૂર નથી, તમે આ ડાઘાઓને કેટલાક હેક્સથી સરળતાથી દૂર કરી શકો છો.
1 / 7
નળ પર જામેલો ક્ષાર અને સફેદ ડાઘ સામાન્ય રીતે સખત પાણીને કારણે થાય છે. આ સ્ટેન માત્ર ખરાબ દેખાતા નથી પણ સમય જતાં નળને પણ નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે ચોક્કસ પણે આ ડાઘ દૂર કરવા જરૂરી છે. અહીં કેટલીક સરળ અને અસરકારક પદ્ધતિઓ છે જેના દ્વારા તમે નળ પરના સફેદ ડાઘને સરળતાથી દૂર કરી શકો છો.
2 / 7
વિનેગર અને બેકિંગ સોડા એક મજબૂત મિશ્રણ બનાવે છે જે ક્ષારના ડાઘને તોડવામાં મદદ કરે છે. સૌ પ્રથમ, ગરમ પાણીથી નળને સાફ કરો. ત્યારબાદ, એક કપ વિનેગરમાં 2-3 ચમચી ખાવાનો સોડા મિક્સ કરો. આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવો અને થોડી વાર રહેવા દો. તે પછી બ્રશ અથવા સ્પોન્જથી સાફ કરો અને પછી પાણીથી ધોઈ લો. સફેદ ડાઘ દૂર કરવામાં આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે.
3 / 7
લીંબુનો રસ કુદરતી રીતે એસિડિક હોય છે અને નળ ઉપર જામેલા ડાઘને તોડવામાં મદદ કરે છે. એક લીંબુને અડધું કાપી લો અને તેનો રસ ડાઘવાળી જગ્યા પર લગાવો. થોડીવાર રહેવા દો અને પછી બ્રશ અથવા સ્પોન્જ વડે સાફ કરો. છેલ્લે, ઠંડા પાણીથી ધોઈ લો અને નળને સૂકવી દો.
4 / 7
જો ઉપરોક્ત પગલાંથી ડાઘ દૂર ન થાય, તો તમે બ્લીચનો ઉપયોગ કરી શકો છો. બ્લીચને પાણીમાં પાતળું કરો અને તેને કપડા અથવા સ્પોન્જની મદદથી ડાઘ પર લગાવો. થોડીવાર રહેવા દો અને પછી સારી રીતે ધોઈ લો. બ્લીચનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો અને રૂમને યોગ્ય રીતે વેન્ટિલેટ કરો કારણ કે બ્લીચની ગંધ તીખી હોઈ શકે છે.
5 / 7
બજારમાં ઘણા ક્લીનર્સ ઉપલબ્ધ છે જે ખાસ કરીને કેલ્શિયમના ડાઘ દૂર કરવા માટે બનાવવામાં આવે છે. આ ખરીદો અને સૂચનાઓ અનુસાર તેનો ઉપયોગ કરો. આ ક્લીનર્સ અસરકારક રીતે ડાઘ દૂર કરી શકે છે અને નળને નવા જેવા ચમકતા છોડી શકે છે.
6 / 7
ડાઘથી બચવા માટે નિયમિત સફાઈ કરવાની આદત બનાવો. દરરોજ નળ લૂછવાથી પાણીના ડાઘ ઓછા થશે અને નળની ચમક જળવાઈ રહેશે. ઘણીવાર લોકો મહિનાઓ સુધી નળને સાફ કરતા નથી, તેથી સફેદ ડાઘ એકઠા થઈ જાય છે જેને દૂર કરવા મુશ્કેલ બની જાય છે.
7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોપી પણ સફાઇના સાધનો કે કેમિકલ કે મિશ્રણનો ઉપયોગ કરતી વખતે તેના સીધા સંપર્કમાં આવું નહી.
Published On - 6:47 pm, Sat, 31 August 24