1000 મીટર કાપડ 30 દિવસની મહેનત અને 20 કિલોનું ગાઉન પહેરી કાન્સમાં પહોંચી નેન્સી ત્યાગી, જુઓ ફોટો
સોશિયલ મીડિયા પર હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચાઓ તેમજ ફોટો વાયરલ થઈ રહ્યા છે. એક એવા ફોટો છે તેની ચર્ચા આજે દરેક જગ્યાએ થઈ રહી છે તો ચાલો આજે આપણે જાણીએ કે, કોણ છે નેન્સી ત્યાગી. જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી છે.
1 / 5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 હાલમાં ખુબ ચર્ચામાં છે. રેડ કાર્પેટ પર બોલિવુડ સ્ટાર જોવા મળી ચુક્યા છે જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક ફોટો સામે આવ્યો છે તે છે નેન્સી ત્યાગીનો.
2 / 5
આટલું જ નહિ નેન્સીએ રેડ કાર્પેટમાં હિન્દીમાં વાત કરતી જોવા મળી હતી. જ્યારે તેને અંગ્રેજીમાં સવાલો કરવામાં આવ્યા તો આ ઉત્તપ્રદેશની છોકરીએ બિન્દાસ હિન્દીમાં જવાબ આપ્યા હતા. તેની આ વાતના પણ લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. નેન્સી એક સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ છે. જેમાં 9 લાખથી વધુ ફોલોઅર્સ છે.
3 / 5
જ્યારથી નેન્સી ત્યાગીના ફોટો વાયરલ થઈ રહ્યા છે ત્યારથી લોકો જાણવા માંગે છે કે, આ નેન્સી ત્યાગી કોણ છે. તો આજે તમને જણાવીશું કે, આ નેન્સી ત્યાગી કોણ છે અને જેના ફોટો વાયરલ થઈ રહ્યા છે તેનું કારણ શું છે.
4 / 5
ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાંથી આવનારી નેન્સી ત્યાગી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જે સ્ટાઈલમાં પહોંચી તેની દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે. કારણ કે, આ ફેસ્ટિવલમાં સ્ટાર મોટા-મોટા ડિઝાઈનર દ્વારા તૈયાર કરેલા ડિઝાઈનર આઉટફિટ પહેરે છે. ત્યારે નેન્સી ત્યાગીએ જે ડ્રેસ પહેર્યો છે. તેની ડિઝાઈનર નેન્સી ખુદ પોતે છે.
5 / 5
તમને જણાવી દઈએ કે, નેન્સીએ ઈન્સ્ટાગ્રામ પર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ફોટો શેર કર્યા છે. અને લખ્યું 30 દિવસની અંદર પોતાનો આ ડ્રેસ તૈયાર કર્યો છે. આ ગાઉનનું વજન 20 કિલો છે જેને બનાવવામાં 1000 મીટર કાપડનો ઉપયોગ કર્યો છે. નેન્સીના આ ફોટો પર બોલિવુડ સ્ટારે કોમેન્ટ પણ કરી હતી.