કોણ છે આમિર ખાનનો જમાઈ નુપુર શિખરે, આ સ્થળ પર થઈ હતી પહેલી મુલાકાત
આમિર ખાન અને રિના દત્તાની લાડલી ઈરા ખાન 3 જાન્યુઆરી એટલે કે, આજે દુલ્હન બનશે. ઈરા ખાન બોયફ્રેન્ડ નુપુર શિખર સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યારે સૌ કોઈ એ વાત જાણવા ઉત્સુક છે કે, આમિર ખાનનો જમાઈ છે કોણ અને શું કરે છે.
1 / 5
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને રીના દત્તાની લાડકી દીકરી આયરા ખાન તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આયરા આજે એટલે કે 3 જાન્યુઆરી, 2024ના રોજ દુલ્હન બનશે.
2 / 5
તમને જણાવી દઈએ કે આમિર ખાનનો જમાઈ નુપુર શિખરે બોલિવૂડનો જાણીતો ફિટનેસ ટ્રેનર છે. તેણે ઘણા બોલિવૂડ સ્ટાર્સને ફિટનેસની ટ્રેનિંગ આપી છે.ઈરા અને નૂપૂરના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે
3 / 5
રિપોર્ટ મુજબ આમિર ખાનનો જમાઈ માત્ર ઈરા ખાન જ નહિ પરંતુ સુષ્મિતા સેનને પણ ફિટનેસ ટ્રેનિંગ આપી ચૂક્યા છે. ખાસ વાત તો એ છે કે, ઈરા અને નૂપૂરની મુલાકાત જીમમાં થઈ હતી.
4 / 5
વર્ષ 2023માં 18 નવેમ્બરના રોજ ઈરા અને નૂપૂરની સગાઈ થઈ હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ હવે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
5 / 5
ઈરા ખાન અને નૂપૂરના લગ્ન રીતિ -રિવાજ સાથે સાથે. બંન્નેના લગ્ન મહારાષ્ટના રીતિ -રિવાજ મુજબ થશે.કહેવામાં આવી રહ્યું છે કે પહેલા કોર્ટ લગ્ન થશે, ત્યારબાદ લગ્નની તમામ વિધિઓ થશે.