Bigg Bossના આ ફેમસ 5 Contestant હવે નથી રહ્યા આપણી વચ્ચે, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ
Bigg Boss Contestants Who Passed Away: બિગ બોસમાં (Bigg Boss) આવતા સ્પર્ધકો રાતોરાત સ્ટાર બની જાય છે, હવે કેટલીક સેલિબ્રિટી આપણી વચ્ચે નથી. ચાલો જાણીએ કે કયા સ્પર્ધકોએ દુનિયાને અલવિદા કહ્યું.
1 / 5
સોનાલી ફોગાટ - બિગ બોસ સીઝન 14માં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અને બીજેપી નેતા સોનાલી ફોગાટ હવે આપણી વચ્ચે નથી. મંગળવારે ગોવામાં હાર્ટ એટેક આવતા તેનું અવસાન થયું હતું. સોનાલી ફોગાટે શોમાં પોતાની સુંદરતાથી બધાનું દિલ જીતી લીધું હતું. એન્કરિંગ, મોડલિંગ અને રાજકારણ સિવાય સોનાલી ફોગાટે પંજાબી અને હરિયાણવી ફિલ્મો, મ્યુઝિક વીડિયો પણ કર્યા છે.
2 / 5
સિદ્ધાર્થ શુક્લા - બિગ બોસમાં આવ્યા બાદ સ્ટાર બનેલા સિદ્ધાર્થ શુક્લા હજુ ટીવીથી બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી રહ્યા હતા કે તેમને પણ આ દુનિયા છોડી દેવી પડી. 'બિગ બોસ'થી સિદ્ધાર્થ એટલો લોકપ્રિય થયો કે તેને ફરીથી સિઝન 14માં લાવવામાં આવ્યો. 2 સપ્ટેમ્બર, 2021 ના રોજ, સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહ્યું.
3 / 5
પ્રત્યુષા બેનર્જી - 'બાલિકા વધૂ' થી પહેલા જ ઘર-ઘર પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રત્યુષા બેનર્જીના મૃત્યુ વિશે તમે જાણતા જ હશો. બિગ બોસ સીઝન 7 માં સ્પર્ધક તરીકે જોડાયા પછી તેની લોકપ્રિયતા વધુ વધી. પ્રત્યુષા બેનર્જીનું 2016માં અવસાન થયું હતું, તેને પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
4 / 5
સ્વામી ઓમ - 'બિગ બોસ 10' પહેલા પણ સ્વામી ઓમ પોતાના વિચિત્ર દાવાઓ અને હરકતોથી સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા હતા. આ જ કારણ હતું કે તેને બિગ બોસમાં આવવાનો મોકો મળ્યો હતો. અહીં પણ તેને પોતાની વિચિત્ર હરકતોથી બધાને હેરાન કરી દીધા. શો છોડ્યા બાદ તેની બીમારી અને લકવાને કારણે તેનું મૃત્યુ થયું. 3 ફેબ્રુઆરી 2021ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
5 / 5
જેડ ગુડી- હોલીવુડ ટીવી શો 'બિગ બ્રધર'થી હિન્દી ટીવી શો 'બિગ બોસ' સુધીની સફર કરનાર જેડી ગુડીએ બીજી સીઝનમાં આવી હતી. તેને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેનું કેન્સર સામે લડતી વખતે વર્ષ 2009માં તેમનું અવસાન થયું.