Sussane Khan Birthday : છૂટાછેડા પછી પણ રિતિક રોશન અને સુઝેન ખાન સારા મિત્રો છે, જુઓ તસવીરો
Sussane Khan Birthday : સુઝેન ખાન તેનો જન્મદિવસ તેના નજીકના મિત્રો, પરિવાર અને બાળકો સાથે ઉજવવાનું પસંદ કરે છે. રિતિક સાથેના લગ્ન તૂટ્યા પછી પણ બંને એકબીજાના સારા મિત્રો છે.
1 / 7
આજે સુઝૈન ખાનનો જન્મદિવસ છે. મુંબઈના પ્રખ્યાત ઈન્ટિરિયર ડિઝાઈનર 44 વર્ષના થઈ ગયા છે. રિતિક રોશન સાથે છૂટાછેડા બાદ હવે જો રિપોર્ટ્સનું માનીએ તો સુઝેન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. લગ્નના 14 વર્ષ બાદ રિતિક અને સુઝેન અલગ થઈ ગયા હતા. તો ચાલો એક નજર કરીએ રિતિક અને સુઝેનની કેટલીક જૂની તસવીરો,
2 / 7
રિતિક રોશન અને સુઝેન ખાને હંમેશા તેમના ચાહકોને મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. રિતિક રોશન અને સુઝેન ખાનની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.
3 / 7
રિતિક સુઝેનને ટ્રાફિક સિગ્નલ પર જોઈ અને પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો. થોડા સમય બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
4 / 7
રિતિકની બ્લોકબસ્ટર, કહો ના પ્યાર હૈની રિલીઝના મહિનાઓ પછી ડિસેમ્બર 2000માં આ દંપતીએ લગ્ન કર્યા હતા.
5 / 7
રિતિક અને સુઝેનને બે બાળકો છે, હિરદાન અને રેહાન
6 / 7
કહેવાય છે કે, 2010માં રિતિક અને સુઝેનના રિલેશનશિપ દરમિયાન બંને વચ્ચે અંતર આવવા લાગ્યું હતું. જ્યારે રિતિક ફિલ્મ કાઈટ્સમાં વ્યસ્ત હતો, ત્યારે સુઝેન તેની કો-સ્ટાર બાર્બરા મોરી સાથેની ગાઢ મિત્રતાને કારણે નારાજ હતી.
7 / 7
રિતિક અને સુઝેન નવેમ્બર 2013માં અલગ થઈ ગયા હતા. ચાર મહિના પછી તેઓએ છૂટાછેડા માટે અરજી કરી. ડિસેમ્બર 2014માં તેમના છૂટાછેડા ફાઇનલ થયા.