યુવરાજ સિંહની બાયોપિકમાં જોવા મળશે રણબીર કપૂર? ક્રિકેટરે તોડ્યું મૌન

|

Jan 17, 2024 | 6:11 PM

હાલના ઈન્ટરવ્યુ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે બોલીવુડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય એક્ટર રણબીર કપૂરને તેની બાયોપિક માટે પરફેક્ટ ગણાવ્યો હતો. મેકર્સ ટૂંક સમયમાં આ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી શકે છે.

1 / 5
બોલિવુડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' ગયા વર્ષે 1 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના રણબીર કપૂરની સામે લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી પણ હતા અને બોબી દેઓલ વિલનના રોલમાં જોવા મળ્યા હતા.

2 / 5
'એનિમલ'ને ફિલ્મ ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી સારો રિસપોન્સ મળ્યો. 'એનિમલ'ની સફળતા બાદ ઈન્ડસ્ટ્રીના ઘણા ડાયરેક્ટર્સ રણબીર કપૂર સાથે કામ કરવા એક્સાઈટેડ છે.

3 / 5
આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે પણ રણબીર કપૂરને તેની બાયોપિક માટે પરફેક્ટ ગણાવ્યો છે.

4 / 5
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતી વખતે યુવરાજ સિંહને પૂછવામાં આવ્યું કે જો તેની બાયોપિક બને તો તે કયા એક્ટરને તેનો રોલ પ્લે કરતો જોવા માંગશે. આના પર યુવરાજ સિંહે જવાબ આપ્યો કે 'એનિમલ' જોયા પછી મને લાગે છે કે રણબીર કપૂર મારી બાયોપિક માટે પરફેક્ટ છે પરંતુ તેમ છતાં તે માત્ર ડાયરેક્ટરનો નિર્ણય હશે. અમે આના પર ટૂંક સમયમાં કામ શરૂ કરીશું અને લોકોને સારા સમાચાર સાંભળવા મળશે.

5 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર હાલમાં નીતીશ તિવારીની અપકમિંગ ફિલ્મ 'રામાયણ'ની તૈયારીમાં બિઝી છે. આ ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સાઈ પલ્લવી સીતાના રોલમાં અને યશ રાવણના રોલમાં જોવા મળશે.

Next Photo Gallery