બોલિવુડ અભિનેત્રીના સસરાએ 226 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, પરિવાર સાથે વિદેશમાં શિફટ થશે
બોલિવુડ અભિનેત્રી સોનમ કપુર અને તેનો પતિ આનંદ આહુજા પોતાના દિકરા વાયુ સાથે લંડન , મુંબઈ અને દિલ્હીમાં ટ્રાવેલિંગ કરતા હોય છે. આ ત્રણેય શહેરમાં તેનું ઘર છે, હવે લંડનમાં સોનમના સસરાએ આલીશાન બંગલો ખરીદ્યો છે.
1 / 5
બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર ભલે મોટા પડદાંથી દુર છે, તેમ છતાં લાઈમલાઈટમાં રહે છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ સોનમનો પતિ આનંદ આહુજા અને પુત્ર વાયુ સાથે લંડનમાં શિફટ થવાનું પ્લાનિંગ કરી રહી છે.
2 / 5
તેના બિઝનેસમેન સસરા હરીશ આહુજાએ નોટિંગ હિલમાં આલીશાન ઘર ખરીદવા માટે 27 મિલિયન ડોલર એટલે કે, 226 કરોડ રુપિયા આપ્યા છે.રિપોર્ટ મુજબ તેના સસરા હરીશે 8 માળનું મકાન ખરીદ્યું છે.
3 / 5
બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર લંડનમાં આવેલા સસરાના ઘરના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જે નોટિંગ હિલમાં આવેલું છે. તે હંમેશા દિલ્હી વાળા ઘરના ફોટો પોસ્ટ કરતી હોય છે. આ ઘરની કિંમત અંદાજે 173 કરોડ રુપિયા છે.
4 / 5
હવે આપણે સોનમના સસરાના બિઝનેસની વાત કરીએતો હરીશ આહુજા શાહી એક્સપોર્ટ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે, જે ભારતની સૌથી મોટી ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે. ફિચ રેટિંગ્સ અનુસાર, કંપની Uniqlo, Decathlon અને H&M જેવી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને સપ્લાય કરે છે. શાહી એક્સપોર્ટસ 50થી વધારે કંપનીઓ ચલાવે છે. અને 100,000થી વધારે કર્મચારીઓ આમાં કામ કરે છે.
5 / 5
સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા શાહી એક્સપોર્ટસમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે. તેમજ પોતાની રિટેલ કંપની પણ ચલાવે છે. તેની પત્ની સોનમ કપૂર બોલિવુડ અભિનેત્રી છે. જેમણે નીરજા, પ્રેમ રતન ધન પાયો અને ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.