‘લાઈગર’ની રિલીઝ બાદ એરપોર્ટ પર જોવા મળી રાઉડી ક્વીન અનન્યા પાંડે, જુઓ તસવીરો
વિજય દેવરકોંડાની અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર (Liger) એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. હિન્દીની સાથે સાથે આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.
1 / 5
અનન્યા પાંડે હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે પર્પલ કલરનું ટોપ અને વ્હાઇટ કલરનું ટ્રાઉઝર કેરી કર્યું છે. તેમજ તેના ચહેરા પરનું સ્માઈલ એ કહેવા માટે પૂરતી છે કે આ ફિલ્મને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
2 / 5
અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાની ફિલ્મ 'લાઈગર' ને બંનેએ હૈદરાબાદના એક થિયેટરમાં જાતે જ જઈને જોઈ હતી. થિયેટરમાં તેમના મનપસંદ સ્ટાર્સને મળ્યા પછી લોકો પોતાને કંટ્રોલ કરી શક્યા ન હતા. એવું લાગે છે કે અનન્યા ત્યાંથી પાછી મુંબઈ આવી ગઈ છે.
3 / 5
'લાઈગર' વિશે ઘણા સમયથી મીડિયામાં સમાચારો ચાલી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારે પહેલા દિવસના કલેક્શનને લઈને લોકોની નજર ફિલ્મ પર છે. આ એટલા માટે પણ છે કારણ કે બોલિવૂડની ઘણી ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ થઈ રહી છે.
4 / 5
હાલમાં આમિર ખાનની બિગ બજેટ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' અને અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. બંને ફિલ્મોએ આશા કરતા ઘણી ઓછી કમાણી કરી છે. આમિરની ફિલ્મને તો ઓટીટી પર પમ કોઈ ખરીદદાર નથી મળી રહ્યો.
5 / 5
અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાની ફિલ્મ 'લાઈગર' એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેમાં વિજય એક સાામન્ય વ્યક્તિની ભૂમિકા ભજવે છે જે ગરીબીમાંથી બહાર આવીને બોક્સિંગનો ચેમ્પિયન બને છે અને અનન્યા પાંડે આ ફિલ્મમાં તેની લેડી લવનો રોલ કરી રહી છે.
Published On - 9:53 pm, Thu, 25 August 22