તસવીરો : ITC નર્મદા ખાતે કચ્છી ભરતવાળી છત્રીઓથી બનેલા ક્રિસમિસ ટ્રીએ જન્માવ્યુ આકર્ષણ
ક્રિસમસનો તહેવાર નજીકમાં જ છે. તેની ઉજવણી માટે સમગ્ર દેશમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સૌ કોઈ વિશેષ રીતે તેના ઉજવણીનું આયોજન કરી રહ્યા છે.અમદાવાદમાં ITC નર્મદામાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.
1 / 6

2 / 6
અમદાવાદમાં આવેલી ITC નર્મદા ખાતે કચ્છી ગુથણ અને ભરતકામથી તૈયાર કરાયેલી છત્રીઓ દ્વારા એક વિશાળ અને અનોખું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યુ છે.
3 / 6
ITC નર્મદા ખાતે એક ભવ્ય અને અનોખા ક્રિસમસ ટ્રીનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જે ગુજરાતની સુંદરતા અને ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે.
4 / 6
આ ક્રિસમિસ ટ્રી ITC નર્મદાના એન્ટ્રીવેના ઊંચા સ્ટેપ-વેલ આર્કિટેક્ચરની ટોચ પરથી લટકતું રાખવામાં આવ્યુ છે. 23-ફૂટ ઊંચા ક્રિસ્મસ ટ્રીમાં લગભગ 300 છત્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
5 / 6
દરેક છત્રી કચ્છના સાંસ્કૃતિક ભરતકામને પ્રતિબિંબિત કરે છે.આ ટ્રી ક્લાસિક ક્રિસમસ આભૂષણો અને ચમકતી લાઇટ્સથી શણગારવામાં આવ્યું છે.
6 / 6
ITC નર્મદા દ્વારા ગુજરાતના સમૃદ્ધ વારસાને ભાવાંજલિ અર્પણ કરવાની કામગીરી સાથે નવા વર્ષની નવી રીતે ઉજવણી કરવાનો પ્રયોગ કર્યો છે. અહીં આવતા લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.