
WHO પણ જણાવી ચુક્યુ છે કે 6 મહિનાના સુધીના નવજાત બાળકને માતાના દૂધ સિવાય કઈ જ આપવું જોઈએ નહીં. જો નવજાત બાળકોને પાણી આપવામાં આવે તો જેનાથી ઈલેક્ટ્રોલાઈટનું બેલેન્સ બગડવાનું જોખમ છે. આ સ્થિતિમાં શારીરિક તાપમાન ઓછુ થઈ જાય છે.

ઇલેક્ટ્રોલાઇટ્સ એ શરીરમાં ખનિજો છે, જે લોહી, પેશાબ અને શરીરના અન્ય પ્રવાહીમાં હાજર હોય છે. તમને જણાવી દઈએ કે સોડિયમ, ક્લોરિન, ફોસ્ફેટ અને પોટેશિયમ બધા ઈલેક્ટ્રોલાઈટ્સ છે. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ સિવાય ફોર્મ્યુલા મિલ્ક પીનારા બાળકોનું શરીર પણ પાણી વગર હાઈડ્રેટ રહે છે. આ જ કારણ છે કે ઓછામાં ઓછા 6 મહિના પછી જ બાળકોને પાણી આપવાની સલાહ આપવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે પાતળું ફોર્મ્યુલા દૂધ ખવડાવવાથી અથવા વધુ પાણી આપવાથી બાળકની તબિયત બગડી શકે છે.

નિષ્ણાતો કહે છે કે સાદું પાણી પીવાથી બાળકને કોઈ ઊર્જા મળતી નથી. આ ઉપરાંત તેમાં ખાલી કેલરી પણ હોય છે. તેથી 6 મહિના પહેલા બાળક માટે તે ફાયદાકારક નથી. તેના બદલે તે બાળકના વિકાસને અસર કરે છે.