
લેન્ડરનું કાર્ય - લેન્ડરનું કામ ચંદ્રયાનનું તાપમાન અને ચાલકતા માપવાનું છે. સાથે સાથે તે ચંદ્રની સપાટીનું તાપમાન અને લેન્ડિંગ સાઈટની આસપાસની ધરતીની કઠોરતા કેવી છે તે આપશે. તે રોવરનું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં મદદ કરશે.

રોવરનું કાર્ય - ચંદ્રયાન-3માં એક સ્વેદેશ લેન્ડર મોડ્યૂલ, પ્રોપલ્શન મોડયૂલ અને એક રોવર પણ છે. જેનો હેતુ અંતરિક્ષ મિશનો માટે જરુરી નવી ટેકનિકો વિકસાવીને તેને પ્રદર્શિત કરવાનો છે. લેન્ડિંગ સાઈટની આસપાસનું મૂળભૂત માળખું જાણવા માટે આલ્ફા કણ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર અને લેઝરવાળું બ્રેકડાઉન સ્પેકટ્રોસ્કોપ વગેરે હશે. તે ચંદ્રની સપાટી પર ઉતરીને જરુરી દેતા લઈને ઓર્બિટરને મોકલશે અને ઓર્બિટર ઈસરોને માહિતી પહોંચાડશે.